તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર શહેરના ચાર મરઘા ફાર્મના આઠ પક્ષીને બર્ડ ફ્લૂથી અહેવાલ પોઝિટિવ આવ્યા બાદ રાજ્યમાં સૌથી મોટા પક્ષી નષ્ટ કરવાની કાર્યવાહી રવિવારથી શરૂ થઈ છે. પ્રથમ દિવસે કર્મચારીઓ ઓછી સંખ્યાના કારણે પિંપળનેર ચૌફલી નજીક ડાયમંડ મરઘા ફાર્મમા 40,000 મરઘાં ફાર્મમાં પક્ષીઓનો નાશ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે ડાયમંડમાં 7848, સહયોગ ફાર્મમાં 43053, પરવેઝ પઠાણ 8000, વાસિમ 38622 મરઘીઓ નષ્ટ કરવાની કામગીરી કરી છે.
ટોટલ 1,05,035 પક્ષીઓને નષ્ટ કરાયાની જાણકારી મામલતદાર મંદાર કુલકર્ણી આપી છે. તમામ પશુપાલન વિભાગાના કર્મચારીઓને પી.પી.ઇ કીટ પહેરીને ટોમી ફ્લૂની ગોળીઓ સાથે પોલ્ટ્રી કિલિંગ આપરેશન માટે શેડમાં મોકલવામાં આવી હતી. રવિવારે 5 અહેવાલો ભોપાલ અને પુણેને મોકલવામાં આવ્યા હતા. તેમાંથી ચાર મરઘા ફાર્મના બર્ડ ફ્લૂના અહેવાલો પોઝિટિવ આવ્યા છે. સોમવારે 15 પોલ્ટ્રી ફાર્મના અહેવાલો ભોપાલ પુણેના લેબમા મોકલવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કેટલા પોઝિટિવ રિપોર્ટ આવે આ જાણકાર મળી જશે.
નાશિક વિભાગાના પશુપાલન વિભાગાના અધિકારી ઝોડે જણાવું છે કે નવાપુર તાલુકાના ત્રણ મરઘી ફાર્મ બર્ડફ્લૂની અસર દેખાઇ નથી.જિલ્લા વહીવટી તંત્રએ બે દિવસમાં એક કિલોમીટરના વિસ્તારમાં 1.05 લાખ પક્ષીઓને નાશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના એક કિલોમીટરમાં 10 પોલ્ટ્રી ફાર્મના પાંચ લાખ પક્ષીઓનો નાશ કરવામાં આવશે. મરઘાના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થશે. નવાપુરમાં ચાર મરઘાનાં ફાર્મમાં બર્ડ ફ્લૂથી ચેપ લાગ્યાં બાદ શરૂ કરાયેલી મરઘા નાશ કરવાની કામગીરીમાં રવિવારે એક દિવસમાં પશુ ચિકિત્સા વિભાગના 200 કર્મચારીઓ દ્વારા 40,000 મરઘીઓનું મારણ કર્યું હતું.
પ્રથમ 4 પોલટ્રી ફાર્મમાં 1.05 લાખ પક્ષીઓનો નાશ કર્યો હતો. ત્યારબાદ એક કિલોમીટર વિસ્તારમાં 1.50 લાખ પક્ષીઓનો નાશ કરવામાં આવશે અને બાકી પક્ષીઓ અંગેના અહેવાલો મળ્યા બાદ નિર્ણય લેવાશે. પ્રથમ તબક્કામાં આશરે 6 લાખ મરઘીઓનો નાશ કરવામાં આવશે. આ જાણકારી નંદુરબાર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર ભારુડે માહિતી આપી હતી.
મહેસૂલ કમિશનરની મુલાકાત અને નિરીક્ષણ
બીજા દિવસે, નાસિક વિભાગના મહેસૂલ કમિશનર રાધાકૃષ્ણ ગેમે નવાપુરમાં બર્ડફ્લૂથી સંક્રમિત મરઘાંનું નિરીક્ષણ કર્યું અને વેપારીઓ અને અધિકારીઓની બેઠક યોજી સમસ્યા અંગે માહિતી મેળવી હતી અને બર્ડ ફ્લૂ નિયંત્રણ માટે યોગ્ય પ્રદર્શન સૂચવ્યું હતુ.
સોમવારે 4 ફાર્મના અહેવાલ પોઝિટિવ હતા
તાલુકામાં 4 મરઘાંના ફાર્મના અહેવાલો સૌથી પહેલા શનિવારે પોઝિટિવ આવ્યા હતા અને સોમવારે ફરી સહયોગ, શીશ, પાલાવાલા, ન્યુ ડાયમંડ નામના 4 મરઘી ફાર્મના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નંદૂબાર ધુળે, જલગાંવ, નાસિકના કર્મચારીઓની મદદથી પશુપાલન વિભાગ યુદ્ધના મરઘાં નાશ કરવાનું કામ કરી રહ્યું છે.
10 લાખ પૈકી 1 લાખ મરઘાનો નાશ કરાયો
નવાપુર તાલુકામાં કુલ 27 મરઘાં ફાર્મ છે જેમાં 10 લાખ પક્ષીઓ છે, જેમાંથી એક લાખ મરઘા પક્ષી નાશ પામ્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.