તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:‘ચાલ મારી ગાડીમાં બેસી જા, કહે એટલા રૂપિયા આપીશ’ કહી પરિણીતાની છેડતી

નવાગામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવા ગામમાં પરિણીતાની છેડતી કરનાર રોમિયો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

નવાગામની હદમાં આવેલી સોસાયટીમાં પરિણીતા પ્રીયા (નામ બદલેલ છે) તા.5-3-2021ના રોજ સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં કપડા ખરીદવા ગઇ હતી. ત્યારે એક અજાણ્યો ઇસમ પ્રીયાને એકધારો જોયા કરતો હોવાનો ખ્યાલ આવતા બીજી દુકાનમાં ચાલી ગઇ હતી. ત્યારબાદ તા.10-3-2021નાં રોજ પતિ સાથે તેમની એકટીવા પર બેસી પતીનાં મિત્રો સાથે જમવા જતા હતા. ત્યારે રસ્તામાં પાસોદરા પાટીયા લાભેશ્વર ડેરી પાસે નાસ્તો કરવા બધા બેઠા હતા. ત્યારે પોણા સાત વાગે મહિન્દ્રા કંપનીની ફોર વ્હીલ નં (GJ- 01 KQ -1786)નો ચાલક મહિલાની આસપાસ આંટાફેરા મારતો હતો. જેથી પતિએ તે આવું કેમ કરે છે તે ચકાસવા દિવ્યાને પાસોદરાપાટીયાથી ખોલવડ તરફ જતા રોડ ઉપર એકલી ઉભી રાખી હતી.

પતિ અને તેના મિત્રો થોડે દુર ઉભા રહ્યા હતા. તે સમયે મહિન્દ્રા કાર ચાલક મહિલાની નજીક આવી ગાડીમાંથી ઉતરી “ ચાલ મારી ગાડીમાં બેસી જા, તને જોઇએ તેટલા રૂપિયા હું આપીશ” સામે મહિલાએ તારી માને અથવા તારી બેનને ગાડીમાં બેસાડીને લઇ જા. કહી ખીજાતા યુવાન ગાડીમાં બેસી ગયો હતો. મહિલાએ ગાડીનાં કાચ પર હાથ માર્યો હતો. ગાડી પાસોદરા પાટીયાથી કામરેજ તરફ ભગાવી મુકી હતી. જે ગાડીનો મહિલાનાં પતિ અને મિત્રોએ પીછો કરતા કામરેજ તરફ જતા હરે કૃષ્ણ રેસ્ટોરંટ નજીક ટ્રાફિકમાં તેને પકડી લીધો હતો. પરંતુ પોલીસ આવે તે પહેલા કાર ચાલક યુવાનને તેનાં મિત્રો ભગાડી ગયા હતા. આ દરમિયાન પોલિસ આવી જતા ગાડીની ચાવી અને ગાડી પોલીસને સોંપી મહિલાએ તેનાં પરિવારજનો સાથે ચર્ચા કરી મહિન્દ્રા ગાડી નં (GJ - 01 KQ- 1786) ના ચાલક વિરુધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...