નવાગામના દંપતીની આપવીતી:કહ્યું, ‘યુક્રેન છોડવા નીકળ્યા ને બોમ્બ પડ્યો, દંપતીને ફરીથી ઘરમાં જતા રહેવું પડ્યું’

નવાગામ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કામરેજ તાલુકાના ખોલેશ્વર ગામનું દંપતી યુક્રેનમાં ફસાયું

કામરેજ તાલુકાના ખોલેશ્વર ગામના બે વિદ્યાર્થીઓ ભણવા માટે એક વર્ષ અગાઉ યુક્રેન ગયા હતાં. હાલ યુક્રેન રશીયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતાં ચિંતામાં મુકાયેલા પરિવારજનોએ બંનેને પરત લાવવા સરકારને અપિલ કરી છે.

કામરેજ તાલુકાનાં ખોલેશ્વર ગામનાં પટેલ ફળીયામાં રહેતા કરૂણાબહેનનાં પુત્ર રાજકુમાર હેમંતભાઇ પટેલ તથા પુત્રવધુ હિરલબા અનિલસિંહ બારડ એક વર્ષથી યુક્રેનમાંં અભ્યાસનાં બેઝ પર ગયા છેે. ત્યાં બંનેે પતિ પત્નિ અભ્યાસ સાથે નોકરી પણ કરે છે. હાલમાં રશિયાએ યુકેન સાથે યુદ્ધ શરૂ કરી દેતા પતિ પત્નિ ભારત આવવા માંગતા હોય પણ ઘરની બહાર પણ નીકળી શકતા નથી.

કરૂણાબહેનનાં જણાવ્યા પ્રમાણે આજે અડધો કલાક પહેલા જ પુત્ર સાથે મોબાઇલ પર વાત થઇ હતી. ત્રણ દિવસથી ભૂખા છે, ખાવા પીવાનાં ફાંફા છેે. અમેે બીજા દેશમાં પણ જવાં તૈયાર છે, પણ ભારત સરકારને વિનંતી છે કે અમને યુક્રેનમાંથી બહાર કાઢો. આજે બહાર નીકળવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓનાં રહેઠાણ નજકમાં જ બોંબ બ્લાસ્ટ થતાંં ફરી પાછા ઘરમાં ભરાઇ જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...