પોલીસ ફરિયાદ:ખોલવડમાં તલવાર સાથે ઘરમાં ઘુસી પરિવારને મારી નાંખવા ધમકી

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામરેજ પોલીસને જાણ કરતા આરોપીનેે દબોચી લીધો

કામરેજ તાલુકાના ખોલવડ ગામે સ્ટાર પવિત્ર નગરમાં રહેતો પરિવારના પુત્રને મિત્ર 17મીના રાત્રે તલવાર લઈ અચાનક ધસી આવી તમારો પુત્ર ક્યાં છે હું તેને મારી નાંખવાનો છે કહી ગાળો બોલતાં પરિવારે પોલીસને ફોન કરતા પોલીસ યુવકને લઈ ગઈ હતી.

કામરેજ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ ખોલવડ ગામ સ્ટાર પવિત્ર નગરમાં નં G -101 માં રહેતા મુળ જૂનાગઢનાં હિનાબેન પફુલ્લભાઇ મથુરાદાસ પટેલિયાની પત્ની (50) નાં દસેક વર્ષ પહેલા નાના વરાછા ચીકુ વાડી ખાતે રહેતા હતા. ત્યારે પોતાનાં દિકરા જયનો મિત્ર મનોજસિંહ ઉફે મોનુ વિજયસિંહ ભદોરિયા (હાલ રહે. મકાન નં 6 નવદુર્ગા સો. ચોપાટીની બાજુમાં નાના વરાછા સુરત) ઘરે આવતો હોય જેથી ઓળખતા હતા. ત્યારબાદ પરિવાર સાથે ખોલવડ રહેવા આવી ગયા હતા અને ટીફીન સર્વિસનો ધંધો શરૂ કયો હતો.

હીનાબહેનનાં જણાવ્યા મુજબ મનોજે જય સાથે શું વહેવાર કરેલ છે તેની કંઇ ખબર ન હતી. 17-5-2022નાં રાત્રે નવેક વાગે ઘરમાં ટીફીન સેવાની તૈયારી કરતા હતા. ત્યારે હાથમાં તલવાર લઇને મનોજ ઘરમાં ઘુસી આવ્યો હતો અને ફાવેતેમ ગાળો બોલી હીનાબહેનને તારો દિકરો જય ક્યાં છે. પૂછતા હીનાબહેન ડરી ગયા હતા અને તે ઘરે નથી કામ અર્થે બહાર ગયેલ છે. તેમ કહ્યુ હતું. આજે તેને મારી નાંખવો છે મારા પૈસા કેમ આપતો નથી. તમે તેને કેમ છુપાવો છો? તે મારા પૈસા નહીં આપે તો હું તમોને પતાવી દઇશ. તેવી ધમકી આપી હતી.

આમ ઘરમાં થતો હોબાળો સાંભળી આજુબાજુનાં લોકો ભેગા થઇ ગયા હતા અને મનોજને સમજાવતા હતા. આ દરમિયાન હીનાબહેનનાં પતિએ કામરેજ પો સ્ટેમાં ફોન કરી ઘટનાની જાણ કરતા પોલીસની ટીમ ઘટનાં સ્થળે આવી આરોપી મનોજસિંહને પકડી કામરેજ પોલીસ મથકે લઇ ગઇ હતી. બાદમાં હીનાબહેન પફુલ્લભાઇ પટેલિયાએ મનોજસિંહ ઉર્ફે મોનુ વિજયસિંહ ભદોરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...