તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કામરેજના રત્નકલાકારને મહિલાને બાઇક પર લીફટ આપવાનું ભારે પડ્યું

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સાથે પરિચય કેળવવાની લાલચમાં 44526 રૂપિયાનો ચુનો લાગ્યો કામરેજ પોલીસ મથકે મહિલા અને તેનાં ત્રણ સાગરિતો સામે ફરિયાદ નોંધાવી

કામરેજ તાલુકાના નનશાડ ગામ વિનાયક રેસી.માં રહેતા નીલેશભાઇ બલદાણિયા (33)ને પત્ની અનેે બે સંતાનોનાંં પિતા છે. જેઓ કનૈયા જેમ્સ સુરત ખાતે હિરામજુરીનો ધંધો કરે છે. 20 દિવસ પહેલા નીલેશભાઇ સુરતથી મો સા.પર બપોરનાં ઘરે પરત આવતાં હતાં. ત્યારે વાલક પાટીયા પાસે અજાણી મહિલાએ હાથ કરી બાઇક રોકાવી દાદાભગવાન મંદિર સુધીની લીફટ માંગી હતી. બાઇક પર બેસાડી દાદા ભગવાન મંદિર આગળ ઉતારી હતી. મહિલાએ તેનો મોબાઈલ નં નીલેશનેે આપ્યો હતો. પરિચય કેળવવા નીલેશે તેજ દિવસે સાંજે મહિલાને ફોન કરતા જાગૃતિ નામ જણાવ્યું હતું, ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ બેથી ત્રણવાર ફોન પર જાગૃતિ સાથે નિલેશે વાત કરી હતી.

4 જુલાઈએ નીલેશે વેક્સિન મુકાવી હોય કારખાનામાં રજા મુકી હતી. બપોરનાં જાગૃતિનેે ફોન કરતા તેણે નીલેશને ઘરે બોલાવ્યો હતો. બાઇક લઇ નીલેશ દાદાભગવાન સોસાયટીમાં જાગૃાતિનાં ઘરે ગયો હતો. જયાં ં જાગૃતિ 10થી 12 વર્ષનાં છોકરા સાથેે હતી. ત્યાંથી ઉઠીને બીજા રૂમમાં જઇ બંને વાતચીત કરતા હતા. ત્યારે અચાનક ત્રણ માણસો આવતા જાગૃતિ ઉઠીને રૂમની બહાર નીકળી ગઇ હતી.

ત્રણ માણસો પૈકી સફેદ શર્ટવાળો 30 થી 32 વર્ષનાં યુવાને તેના ફોનમાં નીલેશનો ફોટો પાડી લીધો હતો. તેઓએ બળજબરીથી મોબાઇલ ફોન તથા પાકીટ કાઢી એટીએમ કાર્ડ કેડીટ કાર્ડ થતાં આધાર કાર્ડ લઇ લીધો હતો.ત્યારબાદ મોબાઇલનો પાસવર્ડ ન આપતા બીજા માણસેે લાફા મારી દીધા હતા. જેથી ગભરાઇ નીલેશેે પાસવર્ડ આપી દીધો હતો. સફેદ શર્ટવાળાં માણસેે એક એપ્લીકેશન ડાઉનલોડ કરી લોન લઇનેે સેલફી લીધી હતી.

તેમજ લોનનાં તથા ખાતામાં જમા રૂપિયા મળી કુલ 7438 રૂપિયા તેઓએ પરમાર જયેશભાઇનાં મોબાઇલમાં ફોન પેથી ટ્રાન્શફર કર્યા હતા. તેમજ સફેદ શર્ટવાળાએ HDFC બેંકનું ડેબડીટ કાર્ડનો ઉપયોગ કરી 15000 ઉપાડ્યા હતા તથા સીગ્નેટ મોલમાં 22288ની ખરીદી કરી, શાંતાબા પેટ્રોલ પંપ પર 200નું પેટ્રોલ ભરાવ્યું હતું. આમ કુલ્લે 44526 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા. પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી સાંજે છોડી મુક્યો હતો. જે ચોંકાવનારી ઘટનાની ફરિયાદ નીલેશભાઇએ કામરેજ પોલીસ મથકેે આરોપી જાગૃતિ અને ત્રણ અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...