તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પંજાબથી મુંબઈ લઈ જવાતી 13 ગાયને કામરેજ પોલીસે ઉગારી

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોર્યાસી ટોલનાકાથી કુલે 7.96 લાખનો મુદ્દામાલ કબજે

પંજાબથી મુંબઇ તરફ જઇ રહેલ 13 ગાયો ભરેલો ટેમ્પો કામરેજ ટોલનાકાથી ઝડપી પાડ્યો હતો. કામરેજ પોલીસે 7,95 લાખનો નોમુદદામાલ કબ્જે લઇ ડ્રાઇવરની અટક કરી હતી.મળતી માહિતી અનુસાર 16 જૂન બુધવારના રોજ બપોરે સવા બે વાગે અમદાવાદથી મુબઇ જતાં હાઇ વે નં 48 પર કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા નજીકથી પંજાબ પાસીંગનો આઇસર ટેમ્પો નં (PB- CN -9212) આવતાં તેનેે અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પાની તલાસી લેતા ટેમ્પાની પાછળના ભાગે ખીચોખીચ ઘાસ ચારા કે પાણીની સગવડ વિના 13 ગાયો મળી આવી હતી. એક ગાયની કિંમત 15000 ગણી કુલ કિંમત 1,95,000રૂપિયાની મળી આવી હતી.

તેમજ ટેમ્પોની કિ.6,00,000 ગણી કુલ 7,95,000 રૂપિયાનો મુદદામાલ કબ્જે લીધો હતો. કામરેજ પોલીસે ટેમ્પો ચાલકની પૂછપછ હાથ ધરતાં પોતાનું નામ મનજીતસિંગ બલવિંદરસિંગ (38) (રહે. ગુરૂનાનક નગર અમોલર રોડ ખન્ના જિ. લુધિયાણા)ની મુબઇ પશુ સંરક્ષણ અધિનિયમ 54ની કલમ તથાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017 હેઠળ ગુનો નોંધી અટક કરી હતી. હાલાં દીન પ્રતિદીન આસપાસના વિસ્તારમાં દૂધળા ઢોરની હેરાફેરીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

ડ્રાઈવરના જવાબ શંકા પ્રેરે તેવા હતા
પોલીસે ડ્રાઈવર બલવિંદરસિંહની પૂછતાછમાં જણાવ્યું હતું કે ગાયોને મહારાષ્ટ્ર ખાતે ડેરીમાં લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું. તેને કયા ગામે કઈ જગ્યાએ લઈ જવાનો તે પણ બતાવી શક્યો ન હતો. તેના જવાબ શંકા પ્રેરે તેવા હતાં.

અન્ય સમાચારો પણ છે...