જમાઈ બન્યો જમ:અલુરામાં જમાઈ બન્યો જમ, શંકા રાખી પત્ની અને સાસુ-સસરાને માર માર્યો

નવાગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજૂરીએ ગયેલી પત્નિ પર શંકા રાખી લાકડાથી ફટકારતા હોસ્પિટલમાં દાખલ

કામરેજ તાલુકાના અલુરા ગામે રહેતી પરિણીતા છેલ્લા બે વર્ષથી માતા પિતા સાથે રહેતી હતી. પરિણીતા સંતાન સાથે રહી મજૂરી કામ કરતી હતી. 3જીના રોજ તેનો પતિ આવીને પત્નીના ચરિત્ર પર શંકા રાખી ગાળો બોલી લાકડાથી માર માર્યો હતો. તેને છોડવા આવેલા તેના માતાપિતાને મારતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અલુરા ગામેે ટેકરા ફળીયામાં રહેતી વર્ષાબેન રાઠોડનાં લગ્ન 16 વર્ષ પહેલા ગાંગપુર તા. પલસાણાનાંં મુકેશ રમેશ રાઠોડ સાથેે થયા હતા. સંતાનમાં બે છોકરા રોનક (15) તથા સ્નેહ (13) વષઁનાં છે. લગ્ન બાદ મુકેશ સતત ઝઘડતો અને મારઝુડ કરતો હોય વર્ષા બે વર્ષથી પિયર અલુરા આવી ગઈ હતી. મા બાપથી અલગ બેે બાળકો અને પતિ સાથેે રહેતી હતી.2 માર્ચના રોજ વષાઁ મા અનેે મોટીબેન સાથે વલણ ગામેે દૂધી ઉતારવાની મજૂરીએ ગઈ હતી. ત્યાંથી આવી અલુરા મજૂરી કામેે ગઇ હતી

અનેે સાંજે ઘરે ઘરકામ કરતી હતી ત્યારે પતિ મુકેશે પૈસા આપતા વર્ષાએ પૈસાં લેવાનો ઇન્કાર કર્યો હતો. તુ અત્યારે રૂપિયા આપે છેે અને થોડીવારમાં રૂપિયા માગી લેશે. જેથી મારે રૂપિયા જોઇતા નથી. તેવું કહેતા પતિ મુકેશે પત્ની પર વહેમ રાખી કેમ તને રૂપિયાં જોઇતા નથી. તનેે કોણ રૂપિયા આપે છે. તું ખેતરે મજૂરી કરવા જવાનાં બહાને કોનેેેે મળતી ફરે છેે. તેે મનેે ખબર છે.

તેવું કહીં ગાળાગાળી કરી માર માર્યો હતો. બહારથી લાકડું લાવી વષાઁને છોડાવવાં આવેલા તેનાં પિતા કાંતિલાલ માતા લક્ષ્મીબેન તથા વર્ષાને લાકડાથી માર મારી ઇજા પહોંચાડી હતી. હવે તું મારા કહ્યામાં નથી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો. ઇજાગસ્ત વર્ષાને તથા માતા લક્ષ્મીબેન પિતા કાંતિભાઈનેે બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...