કામરેજ વિસ્તારમાં ચોરોએ હવે ફોર વ્હીલ ઇકો ગાડીને નિશાન બનાવી રહ્યા છે.ત્યારે કામરેજ વિસ્તારમાં ઇકો ગાડીના સાયલન્સરની ચોરીની વધતી ઘટના ઇકો ગાડી માલિકો માટે ચિંતા ઉપજાવી છે. અગાઉ પણ કઠોર, લસ્કાણા સહિતના વિસ્તારો માંથી ઘર આંગણે પાર્ક કરેલી ઇકો ગાડીમાંથી સાયલન્સર ચોરીની ઘટના બની ચૂકી છે. ત્યારે ખોલવડ ખાતે રહેતા વધુ એક ઇકો માલિક તેના ભોગ બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ખોલવડ બિલ્લી ટેકરા ખાતે ભાડેના મકાનમાં રહેતા ઇમરાન ફરઝુલખાન પઠાણ પોતાની માલિકીની ઇકો ગાડી નંબર GJ19BE-2893 ધરાવે છે.
ગત 8 ફેબ્રુઆરીએ સવારના સમયે ઇમરાનભાઈ તેમના કામ માટે ઇકો ગાડી લઈ બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે સ્ટાર્ટ કરેલી ઇકો ગાડીના ફાયરિંગનો અવાજ બદલાયેલો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી ઇમરાનભાઈએ ઇકો ગાડીના પાછળ નીચેના ભાગે ચેક કરતા સાયલન્સર જોવા મળી આવ્યું ના હતું. પરિસ્થિતિ પામી ગયેલા ઇમરાન ભાઈને પોતાની ગાડીનું સાયલન્સર ચોરી થયા અંગેનું માલુમ પડ્યું હતું.
જે અંગે કામરેજના ખોલવડ ખાતેના બિલ્લી ટેકરા ફળિયામાં ભાડેથી રહેતા ઇમરાન ફરઝુલ ખાન પઠાણે તેમની ઇકો ગાડી નંબર GJ19BE- 2893 માં લાગેલું સાયલન્સર કિંમત 75 હજારની ચોરી થયા અંગેની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાવી હતી. આ ચોરીની ફરિયાદના આધારે કામરેજ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.