રોષ:વલણમાં રોડની કામગીરી માટે તળાવનું પાણી ઉલેચાતા રોષ

નવાગામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરવાનગી વગર કોન્ટ્રાક્ટર પાણી ઉલેચતો હતો
  • સરપંચે સ્થળ પર પહોંચીને કામગીરી અટકાવી

કામરેજના વલણ મોરથાણા ગામને જોડતા બાયપાસ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી અગાઉ જ કોન્ટ્રાક્ટર દ્વારા વલણ ગામના તળાવમાંથી પાણી લેવાનું શરૂ કરતાં જે અંગેની જાણ ગ્રામ પંચાયતને થતાં સરપંચે કોન્ટ્રાક્ટરને ગામના તળાવમાંથી પાણી લેવા પર રોક લગાવી હતી. તેમજ તેમની પાસેથી વર્કઓર્ડરની માંગણી કરતાં વર્કઓર્ડર નહી હોવાનું જણાવતાં પાણી લેવાની કામગીરી અટકાવી હતી.

કામરેજ તાલુકાનાં વલણ ગામે મોરથાણા તરફથી વલણ ગામને જોડતા બાયપાસ રોડની કામગીરી શરૂ કરવાની હોય, અને ગ્રામ પંચાયત હસ્તકનાં તળાવની નજીકથી રોડ પસાર થતો હોય. રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર કે મંજૂરી વગર તળાવમાંથી ડીઝલ મશીન દ્વારા પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેની જાણ ગામના સરપંચ, ડે.સરપંચ તથા સભ્યને થતાં સ્થળ પર જઇ કામગીરી અટકાવી હતી.

આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી કામરેજનો સરપંચે ટેલીફોનીક સંપર્ક કરી વર્કઓર્ડર અને ટેન્ડરની માહિતી માંગતા એસ.ઓ.એ હજુ અમારી કચેરીમાં વર્ક ઓર્ડરની નકલ આવી નથી એવો જવાબ આપ્યો હતો. જોકે સામાન્ય રીતે જે તે કોન્ટ્રાક્ટરે વિસ્તારનાં નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરી જરૂરી વહીવટી મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવાની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નાયબ કાર્યપાલક કે ગ્રામ પંચાયતની મંજૂરી વગર તળાવમાંથી પાણી ઊલેચવાની કામગીરી કરવામાં આવતા કામગીરી અટકાવવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...