તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઇન્ડસ્ટ્રીમાં કામદારોની રૂમમાં ઘુસી 44 હજારની લૂંટ ચલાવાઇ

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી પારડીની આસ્થા ઇન્ડસ્ટ્રીમાંં 3 બૂકાનીધારી ત્રાટક્યા

કામરેજ તાલુકાના નવીપારડી ગામે આવેલી ઈન્ડસ્ટ્રીઝમાં રહેતા કારીગરોના રૂમમાં ત્રાટકેલા ત્રણ લૂંટારુઓ આવી કારીગરો પર પાઈપથી હુમલો કરી 44500ની મત્તાની લૂંટી ગયા હતા. કામરેજ તાલુકાના નવી પારડી ગામે આસ્થા ઇંડસ્ટ્રીઝ આવેલા વિભાગ 1 ના પ્લોટ નં 137-139માં રાજ ફાયબર પોલીમર નામનું કારખાનું આવેલું છે. જેમાં કામદારોનેે રહેવા માટે રૂમો બનાવેલા છે. 6 જુલાઈના રોજ મળસ્કે 4.00 કૂતરાનોં ભસવાનોં અવાજ આવતા રામધારીએ રૂમનો દરવાજો ખોલી બહાર જોવાનો પ્રયાસ કરતા મોઢા પર રૂમાલ બાંધેલા ત્રણ આશરે 20 થી25 વર્ષની ઉમરનાં લૂંટારૂ રૂમમાં ઘુસી ગયા હતા.

રામધારીને માથામાં પાઇપ મારી દીધો હતો અનેે કિરણદેવીને જમણા હાથમાં પાઇપનો ફટકો મારી ઇજા પહોંચાડી હતી. લૂંટારુઓએ જણાવ્યું હતું કે તુમ્હારે પાસ જો કુછ ભી હે વો દે દો. કહી ઘરનો સામાન વેરવીખેર કરી સુટકેસમાં મુકેલા રોકડા 25000રુ. એક સોનાની ચેન જુની કિ.8000 રૂપિયા સોનાનું મંગળ સુત્ર કિં.7000 રૂપિયાની લૂંટ ચલાવી રૂમને બહારથી લોક મારી નાસી છુટ્યા હતા. બાદમાં સવારે 6.00 વાગે રૂમનાં બારીમાંથી બહાર નીકળી બાજુનાં રૂમમાં રહેતા અરવિદ રાવની રૂમ પર જતાં તેનો રૂમ પણ બહારથી બંધ હતો.

રૂમ ખોલતા અરવિંદ રાવે પણ તેને ત્રણ અજાણ્યા યુવાનોએ પાઇપથી હાથે પગે બરડા ઉપર માર મારી રોકડા 1500રૂપિયા તથા મો ફોન કિં 3000 રૂપિયાની લૂંટ કરી લઇ ગયા હોવાનુ જણાવ્યું હતું. બાદમાં કારખાનાનાં માલિક જાણ કરતા શેઠ તેમનાં પુત્ર સાથે કારખાના પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...