ધરપકડ:નેત્રંગમાં 1.95 લાખના વીજ તાર ચોરી કરી જતા 4ને ગ્રામજનોએ ઝડપી લીધા

નવાગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરના જ માણસોએ ગોઠવ્યો ચોરીનો કારસો

નેત્રંગ ગામે 5000 મીટર ઇલેકટ્રીક લાઇનનાં વીજ તાર ચોરતા કોન્ટ્રાક્ટર 4 માણસો પકડાઇ ગયા હતા.વાયરની પાંચ રીંગો પીક અપમાંં ચઢાવી રહ્યા હતા, ત્યારે દિગસ ગામનો શખ્સ આવી જતાં ચાલક ભાગી ગયો હતો. અને રીંગો રસ્તાની બાજુમાં ફેંકી દીધી હતી. ગામલોકોએ આવી ચાેર ઇસમોનેે પકડી લીધા હતા.

જીઇબીની સેવણી વિભાગીય કચેરીના વિસ્તારમાંં એચ ટી એલ ટી ટીસીની ઇરેકશન વર્કની કામગીરી કરવા માટે સેવણી કચેરીના નાયબ ઇજનેર હિમાંશુ ધીરજ પટેલ દ્વારા કોન્ટ્રાક્ટર વીરલ ગોવિંદ પટેલ (રહે. એ 92 સરગમ સોસા. પુણાગામ વરાછા સુરત)ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અને જરૂરિયાત મુજબની સાધન સામગ્રી જીઇબી દ્વારા આપવામાં આવી હતી. કોન્ટા્કટરે જે સામગ્રી રાખવા માટે નેત્રંગ ગામે વીર રેસીડંશીમાં મકાન ભાડે રાખી મકાનની સામેની ખુલ્લી જગ્યામાં મુકેલ હતી, તેમજ કામગીરી કરવા માટે રાજસ્થાનના 7 માણસોનેે રાખવામાં આવ્યા હતા. અને તેઓ પણ મકાનમાં જ રહેતા હતા.

તા. 4-3-2022નાં રાતે દસ વાગ્યે દિગસ ગામ જય અંબે રેસી.માં રહેતા ચંદુભાઇ પ્રજાપતિ પોતાનાં ઘર તરફ જઇ રહ્યા હતાં. રસ્તા પર ઉભેલા પીક અપમાં ચાર શખ્સો વીજતારની રીગો ચઢાવી રહ્યા હતા. ચંદુભાઇને જોઇનેે પીક અપ ચાલક પીક અપ લઇનેે ભાગી ગયો હતો, અને ચોરી કરવા આવેલા કોધ્ટા્કટરનાં માણસો વીજ તારની રીંગો રસ્તાની બાજુએે નહેર તરફ નાંખી ભાગી ગયા હતાં જેઓનેેગામ લોકોએ પકડી લીધા હતા. ઘટના અંગે સેવણી જીઇબી કચેરીના નાયબ ઇજનેર હિમાંશુ પટેલેે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલા આરોપી

  • કિશન ગોપાલસિંગ રાવત
  • મદન ગોપાલસિંગ રાવત
  • ડાઉભાઇ ભંવરસિંગ રાવત
  • બબલુસિંગ રમેશસિંગ રાવત
  • હાલ તમામ રહે.નેત્રંગગામ વીર રેસી. ઘ.નં ૧ મુળ રહે. કરમાકા બાડીયાગામ તા.આસીંદ બદનૌર જી ભીલવાડા રાજસ્થાન)

પકડાયેલ વીજ તારનો જથ્થો
100 MM તથા 50 MM સ્કવેર એલ્યુમિનિયમનાં 5 હજાર મીટર વીજતાર કિં.195500 રૂપિયાં.

અન્ય સમાચારો પણ છે...