કાર્યવાહી:કઠોદરામાં ચારાની આડમાં જતો રૂ. 10.23 લાખનો દારૂ પકડાયો

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ મંગાવનાર સહિત ત્રણ વોન્ટેડ જાહેર કરાયા

હાઈવે નં 48 પરથી ટાટા ટેમ્પોમાં વિદેશી દારૂ પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે કામરેજ તાલુકાના કઠોદરા ગામની સીમમાં અટકાવી તપાસ કરતાં ઘાસના ભૂસાની આડમાં વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે 10 .23 લાખનો દારૂ પકડ્યો હતો. LCB ગામ્ય પોલીસને મળેલી બાતમીથી 10-11-2021નાં સાંજે મુંબઇથી અમદાવાદ જતાં રોડ પર તપાસ કરતાં ઘાસચારાનાં ભુસુ ભરેલી પ્લાસ્ટીકની ગુણોની આડમાં છુપાવેલો ખાખી પુંઠાનાંં બોક્ષમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

LCB પોલીસે ગણતરી કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની બાટલીઓ ટીન બિયર મળી કુલ નંગ 7332 કિંમત 1023600 રૂપિયા ટાટા ટેમ્પોની કિંમત 12 લાખ રૂપિયા ડ્રાઇવર પાસેનાં રોકડા 3400, 2 મોબાઇલ રૂ. 1000 મળી કુલ 2228000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોનાં ચાલક મુનસીંગ તોલીયા ભુરીયા ભીલ (45) (રહે. રામા ગામ ભુરીયાંફળીયું, તા કાલીવેલી. જિ જાંબુવા મધ્યપ્રદેશ)ની અટક કરી હતી,

જ્યારે વિદેશી દારૂનો જથ્થો ટાટા ટેમ્પોમાં ભરી મોકલનાર અરમાન (રહે. વાપી) જેનાં પુરા નામ ઠામની ખબર નથી. અરમાનનાંં કહેવાથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો તલાસી હાઇવે પર આપી જનાર અજાણ્યો ચાલક, અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...