ફરિયાદ:કરજણમાં દેરાસરનો પૂજારી જ ભગવાનના દાગીના લઇ ફરાર

નવાગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.93 લાખની ચોરી અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ

કામરેજ તાલુકાના કરજણ ગામે આવેલ જૈન દેરાસરમાં પૂજારી તરીકે રાખેલ યુવાન ભગવાનની મૂર્તિને પહેરાવેલી સોનાની બે ચેઈન કિંમત 1.93 લાખની લઈને રફૂચક્કર થઈ જતાં પોલીસ ફરિયાદ કામરેજ તાલુકાના કરજણ ગામેે મોટા ફળીયામાં અલ્પેશભાઇ જયંતિભાઇ શાહ (47) (હાલ રહે. મુંબઇ વુડલેન્ડનું બિલ્ડીંગ ફર્સ્ટ ફલોર ફલેટ નં 4 ભાવ દાજી રોડ માટુંગા મુંબઇ )નાં મકાનની આગળના ભાગે શાંતિનાથ ભગવાનનું જૈન દેરાસર મંદિર બનાવેલ છેે.

આ મંદિરમાં પૂજારી તરીકેે આતિશકુમાર પ્રભાતભાઇ બારીયાને (મુળ ગામ ડુમા તા. જાંબુઘોડા જી પંચમહાલ) એક મહિનાથી રાખેલ હતો, અને ત્યાં જ રહેતો હતો. મંદિરમાં ભગવાનની મૂર્તિને સોનાનાની બે ચેન પહેરાવેલાં હતી. તે પૈકી 1 સોનાની ચેઈન 12 ગ્રામની તેની કિંમત 56000 ~ તથા બીજી સોનાની ચેન 29 ગ્રામ કિંમત 1,37,000 ~ ની તા. 16-11-2021નાં ચોરી કરી નાસી છુટ્યો હતો. અલ્પેશભાઇ જયંતિભાઇ શાહે આતિશ પ્રભાત બારીયા વિરુધ 1,93,000 રૂપિયાની કિંમતની 2 સોનાની ચેનની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...