માંગણી:કામરેજમાં CNG પંપ સંચાલકોએ 24 કલાક માટે પંપ બંધ રાખી કરી હડતાળ

કામરેજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કામરેજમાં CNG પંપ સંચાલકોએ 24 કલાક  માટે પંપ બંધ રાખી કરી હડતાળ - Divya Bhaskar
કામરેજમાં CNG પંપ સંચાલકોએ 24 કલાક માટે પંપ બંધ રાખી કરી હડતાળ
  • કમિશન સહિતની પડતર માંગણીઓ લાંબા સમય સુધી ન સ્વીકારતા પંપ સંચાલકોની હડતાળ

કામરેજ વિસ્તારમાં આવેલા CNG પંપ સંચાલકો દ્વારા ગત રોજ 24 કલાક માટે CNG ગેસનું વેચાણ બંધ કરી તેમનો વિરોધ નોંધાવ્યો હતો. ગત રોજ આંબોલીના અંબિકા પેટ્રોલ પંપ ખાતે આવેલા CNG પંપ તેમજ કામરેજ કડોદરા રોડ પર શંકર પેટ્રોલિયમના CNG પંપ દ્વારા સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી 24 કલાક માટે CNG ગેસ વિતરણ બંધ કરી 24 કલાક હડતાળ રાખવામાં આવી હતી.

CNG પંપ સંચાલક દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ તેમણે કરેલી પડતર માંગણીઓ લાંબા સમય સુધી પણ સ્વીકાર કરી યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.તેમજ પંપ સંચાલકોને આપવામાં આવતા કમિશન મુદ્દે હડતાળ પાડવામાં આવી હતી.

સ્કૂલ વર્ધીના વાહનચાલકોને વધુ મુશ્કેલી પડી
CNG પંપ 24 કલાક બંધ રાખી હડતાળ પાડવામાં આવી હતી.જેના કારણે CNG વાહન ચાલકોએ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.જેમાં સૌથી વધુ મુશ્કેલી સ્કૂલની વર્ધી વાળા વાહન ચાલકોને ભોગવવાનો વારો આવ્યો હતો. CNG પંપ સંચાલકોની 24 કલાક હડતાળથી એકથી વધુ સ્કૂલમાં વર્ધી ચલાવતા વાહન ચાલકો ને હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.તમામ વાહન ચાલકો ગત રોજ CNG પંપ સંચાલકોની 24 કલાકની હડતાળથી અગાઉથી પૂરેપૂરા વાકેફ પણ ના હોય તેઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. - ઇસ્માઇલ ભાઈ ખોલવડ સ્કૂલ વર્ધી વાહન ચાલક

અન્ય સમાચારો પણ છે...