કામરેજ તાલુકાના કઠોર ગામના બ્લોક નં 328 જમીનના મલિક પ્રફુલભાઈ ભગવાન ભાઈ કાયરોડીયા (47) રોયલ રેસિડેન્સી પેડર રોડ મોટા વરાછા, સુરત) 2012માં ઉપરોક્ત જમીનમાં દિવ્યલોક રેસિડેન્સીનું આયોજન કર્યું હતું, જેમાં ભાગીદાર તરીકે મનીષ કંતુભાઈ કચ્છી (રહે. પુણા, સુરત)એ 30 લાખ તથા કેતન ગજેરાએ 9 લાખ રોક્યા હતા.
દિવ્યલોક રેસિડન્સી પ્રોજેક્ટમાં મકાન બાંધકામ થયા બાદ મકાનોનું વેચાણ ન થતા નુકશાન થયું હતું. જેથી મનીષ અને કેતને રૂપિયાની માંગણી કરી હતી. પ્રફુલભાઈ એ તેમને 30 લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા. તેમજ દિવ્યલોક રેસિડેન્સીના અધૂરા મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો તેમજ ઉપરોકત રકમનું વ્યાજ પણ ચૂકવી દીધું હતું.
તેની સામે કેતન ગજેરાને 9 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં આરોપી મનીષ કચ્છી, કેતન ગજેરા, ત્રીજો ઇસમ અને તેની સાથે બે ઇસમ 15 મે ના રોજ પ્રફુલભાઈની ઓફિસે વેલંજા રંગોલી ચોકડી ખાતે કાર તથા બીજી એસ ક્રોસ ગાડી લઈને આવ્યા હતા. પ્રફુલભાઈ કાયરોડિયાને ઓફિસ લઇ જઈ શટર બંધ કરી પૈસા આપો નહીં તો તને મારી નાખવાના છે.
તેમ કહી મનીષ કચ્છીએ લાકડીથી જમણા પગના તથા જમણા હાથમાં સપાટા માર્યા હતા. તેમજ કેતને હોકીથી મૂઢમાર માર્યો હતો. તેમજ ત્રીજા ઇસમે માર માર્યો હતો. એક સમયના ભાગીદારો એ વધુ રૂપિયા પડાવવા માટે બિલ્ડરને માર મારતા બિલ્ડર પ્રફુલભાઇ કાયરોડિયાને સુરત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. પાંચ ઈસમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.