તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:કામરેજ તાલુકામાં ઉમેદવારોની પસંદગીમાં પરિવારવાદ દેખાયો

નવાગામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉંભેળ અને ખોલવડ 1 બેઠક પર જમાઇ અને પુત્રને ટિકિટ

ઉંભેળ જિલ્લા પંચાયત બેઠક પરથી માજી જિ. પં સભ્ય અને ધારાસભ્ય ભારતીબહેન રાઠોડને ફરીથી રીપીટ કરાયા. ભારતીબેન અગાઉ ઉંભેળ જિ. પં બેઠક પરથી જીત્યા હતા. ત્યાર બાદ કામરેજનાં ધારાસભ્ય બન્યા હતા અને 1 વર્ષનાં ગાળા બાદ ફરીથી ઊંભેળ જિ. પં. બેઠકનાં ઊમેદવાર બન્યા છે. ઉંભેળ જિ. પં બેઠકમાં આવતી પાંચ તાલુકા પંચાયતમાંથી આદિવાસી સમાજમાંથી ફરી ફરીવાર રીપીટ થતાં ભારતીબહેન સિવાય ભાજપ પાસે બીજો કોઇ ચહેરો જ નથી કે પછી ખુરશીનો મોહ છુટતો નથી.

તેવી જ રીતે ઉભેળ તા. પં. સામાન્ય બેઠક પર વૃદ્ધ થયેલા જગુભાઇ મોરારભાઇ પટેલને ઉંમરનો બાધ નડી જતા તેમના જમાઇ અને ઉંભેળ ગામનાં સરપંચ અને કામરેજ તાલુકા સંગઠનનાં ઉપપમુખ દર્શન અમૃત પટેલને તા. પં. ની ટીકીટ આપી છે. જાહેરનામામાં કામરેજ 1 તા. પં ની બેઠક ઓબીસી અને કામરેજ 2 સામાન્ય જાહેર થઇ હતી. જેમાંથી કામરેજ 2 પર પણ આજે ઓબીસી ફાળવી દેવાતા કામરેજ 2 પર ફુલ તૈયારી કરીને બેઠેલા અશ્વિનભાઇ ચીખલીયાનું પત્તુ કપાઇ ગયું હતું. કામરેજ 1 અને 2 બંને પર ઓબીસી ઉમેદવારને ટીકીટ આપવામાં ભાજપમાં ભડકો થવાની સંભાવનાં સેવાઇ છે. ખોલવડ 1 પરથી ખોલવડનાં સરપંચ હારૂન તૈલી પુત્ર એઝાઝ તૈલીને ટીકીટ અપાઇ છે. ઉંભેળમાં જગુ પટેલે જમાઇને અને ખોલવડમાં હારૂન તૈલીના પુત્રને ટીકીટ અપાવી પરિવારવાદને આગળ ધપાવ્યો હોવાનાં ચર્ચાએ જાેર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો