કામરેજના કઠોદરા ગામે આવેલા જય ખોડીયાર બસ પાર્કિંગ કમ્પાઉન્ડમાં શનિવારે છાપો મારતાં તેમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલ રીફિલીગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એલસીબી પીઆઇ બી.ડી શાહ,પી.એસ.આઇ એલ.જી રાઠોડ સહિતની ટીમ દ્વારા જય ખોડીયાર બસ પાર્કિંગ કમ્પાઉન્ડમાં લક્ઝરી બસોમાં ઇંધણ તરીકે રિફિલીંગ કરવામાં આવતા બાયોડીઝલનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડયો હતો.
સ્થળ પરથી 4450 લીટર બાયોડિઝલ જથ્થો કિંમત ₹.3.56 લાખ,અંદર ગ્રાઉન્ડ ટાંકો,ઇલેક્ટ્રિક ફ્યુલ પંપ,ચાર લક્ઝરી બસો,એક આઇ ટ્વેન્ટી,પકડાયેલા 8 ઇસમો પાસેથી મળી આવેલા 9 મોબાઇલ સહિત કુલ 1 કરોડ 13 લાખ 85 હજારની કિંમતના મુદ્દામાલ સહિત સ્થળ પરથી એલસીબી પોલીસે કુલ 8 ઇસમોને ઝડપી પાડી 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
એલસીબી પોલીસે સ્થળ પરથી મોઈન સલીમ પઠાણ, હિતેશ તુલસી ગજેરા, ઇકબાલ યુસુફ જેઠવા, નદીમ કાદર ખાન શેખ, શરદ બાબુભાઈ નગોવાડિયા, જયસુખ માણસુર ભાઈ સોલંકી, છત્રપાલ રણજીતભાઈ ગોહિલ, ભરત વલ્લભભાઈ બોરાણાને ઝડપી પાડયા હતા.જ્યારે મુખ્ય સૂત્રધાર અશ્વિન લવજીભાઈ ગજેરા રહે. સરથાણા સુરત તેમજ બાયોડીઝલનો જથ્થો પૂરો પાડનાર જયેશને વોન્ટેડ જાહેર કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.