તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:‘જો તું તારી છોકરીના લગ્ન મારી સાથે નહીં કરાવે તો તમને જીવવા નહીં દઉં’

નવાગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કરજણના આદિવાસી પરિવારને રોમિયોની કનડગત
 • યુવતી વિશે ખાટી અફવા ફેલાવી સગાઇ પણ તોડાવી

કરજણ ગામે રહેતી આદિવાસી યુવતીને દાબદબાણ કરી લગ્ન કરવાની જીદ કરતાં યુવતીએ ના પાડી હતી. ત્યારબાદ યુવકે યુવતીના પિતા જણાવ્યું હતું કે તારી છોકરીના મારી સાથે લગ્ન ન કરે તો હું તમને જીવવા નહીં દઉંની ધમકી આપતાં યુવતીએ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી.

કામરેજ તાલુકાનાં કરજણ ગામની આદિવાસી યુવતિને દોઢેક વર્ષ પહેલા કરજણ ગામ મસ્જિદ ફળીયામાં રહેતા અરબાઝ કાલુ અહમદ મલેક સાથે ઓળખાણ થઇ હતી. અવારનવાર વાતચીત કરતા અરબાઝે “હું તને પ્રેમ કરૂ છું અને મારે તારી સાથે લગ્ન કરવા છે”ત્યારે યુવતિએ “હું બીજા સમાજનીછું અને તારો સમાજ બીજો છે મને મારા પિતાજી જે જગ્યાએ લગ્ન કરાવશે તે જગ્યાએ લગ્ન કરીશ”નું જણાવતા અરબાઝ ગુસ્સે થઇ ગયો હતો. અને અરબાઝે જણાવ્યું હતું કે હું તારા બીજી જગ્યાએ લગ્ન કે સગાઇ થવા નહીં દઉં. તારી સાથે જ લગ્ન કરીશ તું મારી સાથે લગ્ન નહીં કરે તો તને અને તારા મમ્મી પપ્પાને મારી નાંખીશની ધમકી આપી હતી.

જેથી યુવતિએ કોઇને વાત કરી ન હતી અને ત્યારબાદ રાજપીપળા અને માંગરોળ ખાતે યુવતીની સમાજનાં યુવાન સાથે સગાઇ કરવામાં આવી હતી. જે અરબાઝે મારું તેની સાથે લફરું છેની વાત ફેલાવી બંને જગ્યાએથી યુવતિની સગાઇ તોડાવી નાંખી હતી. ત્યારબાદ દોઢેક માસ અગાઉ યુવતિની સગાઇ વડોદરા જિલ્લાનાં મીયાંગામ કરજણ ખાતે સમાજનાં યુવાન સાથે કરવામાં આવી હતી. જેની જાણ અરબાઝને થતાં તા.27 ડીસેમ્બરનાં રાતે અરબાઝ મોસા.લઇ યુવતિનાં ઘરે જઇ હું તારી સાથે જ લગ્ન કરવાનો છું અને તને મારીપત્નિ બનાવી ને જ રહીશ કહીં યુવતિનો હાથ પકડી લીધો હતો. આ દરમિયાન યુવતિનાં પિતા આવી જતા તું મારી છોકરી સાથે શું મગજમારી કરે છે, અને અમારા ઘરેથી નીકળી જવાનું જણાવ્યું હતું.

અરબાઝે ગુસ્સે થઇ જો તું તારી છોકરીનાં લગ્નમારી સાથે નહીં કરાવે તો હું તમોને જીવવા નહીં દઊં કહીં જાતિવિષયક ગાળો આપી આખા ખાનદાનને મારી નાંખવાની ધમકી આપી હતી. ગભરાયેલા આદીવાસી પરિવારની દિકરીએ કામરેજ પોલીસમાં અરબાઝ કાલુ અહમદ મલેકની વિરુધ કામરેજ પોલિસમાં ફરિયાદ આપતા કામરેજ પોલિસે ઇપીકોની કલમ તથા એટ્રોસીટી એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો