ક્રાઇમ:જમતી વેળાએ સામે પેશાબ કરતા યુવકને ટોકતા કાચની બોટલ મારી

નવાગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામરેજના ઉંભેળ ગામ પાસે આવેલા ઢાબા પરની ઘટના

કામરેજ તાલુકાના ઉંભેળ પાસે આવેલા ઢાબા પર 2 યુવકો જમી રહ્યા હતા. ત્યારે એક ઈસમ તેની સામે આવી પેસાબ કરતાં તેને આમ ન કરવા જણાવતાં તે ઉશ્કેરાઈ જઈ કાચની બોટલ ફોડી મારી દીધી હતી. ઉંભેળ ગામે ડેકસ્ટર લોજીસ્ટીક કંપનીની ઓફિસમાં મેનેેજર તરીકે નોકરી કરતાં નવીનકુમાર બળવંતસિંહ ચૌધરી ઓફિસની સામે આવેલા ઢાબા પર તા. 2 ઓક્ટોબરના રાત્રે પોણા બાર વાગ્યે મિત્ર સાગરભાઇ સાથે બેસી જમતા હતા. ત્યારે નજીકનાં મારૂતિ કોમ્પલેક્ષમાંં રહેતો ઓમપ્રકાશ જાટ તેમની સામે આવી પેશાબ કરવા લાગતા નવીને તેને ત્યાં આગળ પેશાબ કરવાની ના પાડી હતી.

ઓમપ્રકાશ એકદમ ઉશ્કેરાઇ જઇ હાથમાંની કાચની બાટલી થાંભલી સાથે તોડી નવીનને માથામાં મારી દીધી હતી અને બાદમાં કમરમાં ભેરવેલું રીવોલ્વર જેવું હથિયાર કાઢ્યું હતું. ત્યારે નવીન ચૌધરીએ ઓમપ્રકાશનો રીવોલ્વર વાળો હાથ પકડી લેતા કાચની બાટલી ડાબા પગમાં મારી દેતા નવીન ચૌધરીના માથા અને પગમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. નવીન બુમાબુમ થતાં ઓમપ્રકાશ જાટ જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો. ઘટના અંગે ઇજાગ્રસ્ત નવીને કામરેજ પોલીસમાં ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...