દારૂ જપ્ત:કઠોરમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું, સેલવાસથી દારૂ મંગાવતા હતા

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે વપરાતી બોટલ. - Divya Bhaskar
ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે વપરાતી બોટલ.
  • LCBએ કૌભાંડી ઇસમનેે ઝડપી લઇ 34380નો મુદ્દામાલ કબ્જે કર્યો

કામરેજ તાલુકાનાકઠોર ગામે માન સરોવર રેસી.માં ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હોવાની જાણ એલસીબી પોલીસને થતાં બાતમીવાળા સ્થળ પર રેડ કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

કામરેજ તાલુકાના કઠોર ગામે માન સરોવર રેસી.નાં બિલ્ડીંગ નં બી 27 બીજા માળેે ફ્લેટ નં 203માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની LCB ગ્રામ્ય પોલીસને બાતમી મળતાં તા.14-9-2021નાં રાતે 9.15 કલાકેે છાપો મારતા ફ્લેટમાંથી પ્રદિપ સંતોષસિંગ ઠાકુર (26) (હાલ રહે. કઠોર મુળ રહે. કોટીચા જી પ્રતાપગઢ યુ પી.)ને ઝડપી લઇ ફ્લેટની તલાશી લેતા હલકી કક્ષાનાં વિદેશી દારૂ બિયરની કુલ બાટલી નંગ 21 તથા પ્લાસ્ટિકની કોથળીમાંં ભરેલ 6 લીટર મળી કુલ 23380રૂપિયાનો તથા જુદીજુદી બ્રાંડનાં સ્ટીકર અનેે ઢાંકણ ખાલી બાટલીઓ મોબાઇલ નં 1 કિં 5000 રોકડા 6000 મળી કુલ 34380 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ અટક કરી હતી. આરોપીની પૂછપરછમાં સેલવાસનાં વિકાસ વિદ્દ તથા પપ્પૂ યાદવ (જેમનાંં પુરા નામની ખબર નથી) પાસેથી હલકી કક્ષાનો વિદેશી દારૂ ગેરકકાયદે લાવી જે દારૂ ભંગારમાંથી જુદી જુદી બાંડની કંપનીની ખાલી બોટલો લાવી આ બોટલોમાં હલકી કક્ષાનો વિદેશી દારૂ ભરી જેનાંં ઉપર બ્રાંડેડ કંપનીનાં બનાવટી સ્ટીકર તથા ઢાંકણ લગાવી વેચતો હતો. LCB પોલીસે સેલવાસનાં વિકાસ વિદ્ તથા પપ્પૂ યાદવનેેે વોન્ટેડ જાહેર કર્યા હતાં.

મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતો 38 લાખનો નકલી દારૂ પકડાયો
નંદુરબાર જિલ્લામાં રાજ્ય આબકારી વિભાગની ટીમે બુધવારે બપોરે 38, 51, 400 રૂપિયાની કિંમતનો નકલી વિદેશી દારૂ જપ્ત કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. જિલ્લામાં રાજ્ય આબકારી વિભાગે મોટી કાર્યવાહી કરી છે.

નંદુરબાર જિલ્લો ગુજરાત રાજ્યની સરહદ પર હોવાથી નંદુરબારથી મોટી સંખ્યામાં નકલી દેશી અને વિદેશી દારૂ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યા છે. દારૂના આધારે ટાટા કંપનીની ટ્રકોનું નિરીક્ષણ કરતી વખતે ફ્રુટ ડ્રિંક્સની પેટી નીચેથી ડુપ્લિકેટ દારૂ મળી આવ્યો હતો. ટ્રકમાંથી વિદેશી દારૂની 485 પેટીઓ મળી આવી હતી. મહારાષ્ટ્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ રાકેશ નારાયણલાલ જાટ (રાજસ્થાન) અને છગનલાલ કલુલાલજી ગાદરી (રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ 38,51,400 રૂપિયાનો દારૂ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...