તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરહદની કમાલ:બે રાજ્યોને જોડતી દુકાન; ઝરણપાડા ગામના આ ગુજરાતી દુકાનદારના અડધા ગ્રાહકો મહારાષ્ટ્રથી આવે છે

નવાપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરહદ પર આવેલી દુકાનની તસવીર - Divya Bhaskar
સરહદ પર આવેલી દુકાનની તસવીર

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ એકબીજાને અડીને આવેલી છે. ત્યારે બંને રાજ્યના લોકો એક જ દુકાનેથી ખરીદી કરતા હોવાનો અનોખો કિસ્સો ઉચ્છલના ઝરણપાડા ગામે જોવા મળ્યો છે. ઝરણપાડાના સુનીલભાઈ નિલેશભાઈએ પરચૂરણ સામાનની દુકાન ધરાવે છે. એમની દુકાન મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સરહદ ની વચ્ચે આવેલી છે.આ દુકાન પર ખાસ કરી ને મહારાષ્ટ્ર રાજ્યના ખેખડા ગામના લોકો સામાન ખરીદવા આવતાં હોય છે.

આ નાનકડી દુકાન બે રાજ્યની મધ્યમાં
આ દુકાનની એક તરફ ગુજરાત ફોરેસ્ટ વિભાગની પાકી દીવાલ છે જ્યારે બીજી તરફ મહારાષ્ટ્ર વન વિભાગની પથ્થરોથી બનેલી દીવાલ આવેલી છે. જે બંને રાજ્યની હદ નક્કી કરે છે.

અન્ય સમાચારો પણ છે...