સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના નવી પારડીથી હજીરા હાઈવેની ચાલી રહેલી કામગીરીમાં ગોબાચારીની ગંધ આવતા વેલંજા વિસ્તારના રહીશો દ્વારા વીજીલન્સ તપાસની માંગ કરવામાં આવી છે. વેલંજાની લોકરક્ષક સેના દ્વારા માર્ગ મંત્રી નીતીન ગડકરી સહિત ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ફરિયાદ કરવામાં આવી છે.
જેમાં જણાવ્યા મુબજ નવી પારડીથી વેલંજા થઈ હજીરા જતા માર્ગનું કામ ત્રણ વર્ષથી ચાલી મંથર ગતિએ ચાલી રહ્યું છે.જે રસ્તાની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.વેલંજા ઉમરા વિસ્તારના વોર્ડ નંબર 2 માંથી ગુજરાત સ્ટેટ હાઇવે પસાર થઈ રહ્યો છે.
રોડની કામગીરી અંગે ઉપરોક્ત વિસ્તારના સ્થાનિક પ્રજાજ ો,વાહન ચાલકો સહિત ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રોડની કામગીરીમાં મોટી ખામી જોવા મળી હતી.રંગોલી ચોકડીથી નવી પારડી તરફ જતા રોડ પર આવેલા નાળાને પહોળું કરી મોટું બનાવવામાં આવ્યું છે.
જે નાળું બનાવતી વખતે નીચેની જમીન સ્તરેથી રોડ લેવલ સુધી માટી ઉપર જ સીધો સ્લેબ ભરી દેવામાં આવ્યો છે.પાયાની ઊંડાઈ કે ખોદકામ કરવામાં આવ્યું નથી.નવા બનેલા નાળાને કોઈ પર પ્રકારના ટેકા વગર જ સીધું માટી ઉપર જે સ્લેબ ભરી દેવતા નાળાના સ્લેબમાં તિરાડો પડી ગઈ છે.જેના કારણે નાળું ઘણી જગ્યાએ થી તૂટી ગયું છે.
આથી નાળાની આવી સમસ્યાને લઈ આવનાર ભવિષ્યમાં મોટી દુર્ઘટના ઘટવાની શક્યતા રહેલી છે.દિવસ રાત ચોવીસ કલાક હજીરા તરફ જતો ભારે વાહન વ્યવહારને કારણે નાળાની આવરદા લાંબો સમય ટકી શકે એવું લાગતું નથી.નાળાની જગ્યાએ એજન્સીએ ભૂલથી ચેકડેમ બનાવી નાખ્યો હોવાની ફરિયાદ પણ મોટા પાયે ઉઠવા પામી હતી.
નવી પારડીથી હજીરા રોડની ત્રણ વર્ષની કામગીરી દરમ્યાન ટેન્ડર મર્યાદા પણ પૂરી થઇ ગઇ છે.પરંતુ રોડની કામગીરી હજુ પણ અધૂરી રહેવા પામી છે.રસ્તાની કામગીરી દરમ્યાન થોડા થોડા અંતરે કામગીરી અધૂરી જ મૂકી દેવામાં આવી છે.
ત્રણ વર્ષે પણ કામ પૂર્ણ નથી થઇ શક્યું
ધોરણ પારડી હજીરા રોડની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે.જે રોડની કામગીરી અગ્રવાલ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.જે એજન્સીને એસએમસી દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવી છે.છતાં એ એજન્સીને કામગીરી કેવી રીતે આપવામાં આવી ? છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલું રોડનું કામ તંત્રની આંખ ઉઘડતી નથી.જ્યારે કોઈ રાજ નેતા અથવા તેમના પરિવારના કોઈ સભ્ય આ રોડના કારણે ભોગ બનશે ત્યારે એ રોડની કામગીરી ધ્યાને લેવાશે? ચેતન રાદડિયા, ઉપાધ્યક્ષ, લોકરક્ષક સેના ફાઉન્ડેશન
અકસ્માતની સંખ્યામાં ભારે વધારો
હાલમાં થોડા દિવસ પહેલાં બોલેરો અને ટુ વ્હીલ ચાલક સહિતના અકસ્માતમાં આ જ રોડ પર ચાર વ્યકિતઓના મોત થયા છે.વેલંજા રંગોલી ચોકડી વાળા આવેલા રોડ પરના કટ મોટે ભાગે અકસ્માતની ઘટના માટેનું મુખ્ય કારણ છે.જે કટ પર કોઈ પણ પ્રકારની માટી ભરેલી બેગ સૂચક રીતે મૂકવામાં આવી નથી.જેથી બે ફૂટ જેટલી ઊંડી કટમાં માણસ પડતા જ તેનો સીધો જીવ નીકળી જાય. કિરીટ માંગરોળીયા, પ્રમુખ, રામવાટિકા સોસાયટી, વેલંજા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.