કાર્યવાહી:ચોર્યાસીમાં જુગારધામ ઝડપાયું 2.48 લાખનો મુદ્દામાલ કબજે, 6 જુગારી રંગે હાથ પકડાયા, પાંચ ભાગી જતાં વોન્ટેડ

નવાગામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાનાં ચોર્યાસી ટોલનાકાં પાસે આવેલ હોટલ ગીરનારનાં પાછળનાં ભાગેે આહિરવાડી ખાતેે આવેલ ખુલ્લા છાપરામાં રૂપિયા લઈ જુગાર રમાડતો હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. જે બાતમી આધારે 12-10-2021ની રાત્રે 8.10 વાગે રેડ કરી હતી. ત્યાં તીન પતીનો જુગાર રમવા આવેલા 6 જુગારિયાને પોલીસેે રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. જ્યારે પાંચ શખ્સો નાસી છુટતાં વોન્ટેડ જાહેર થયા હતા.

કામરેજ પોલીસે સ્થળ પરથી 47940 રોકડા 7 નંગ મોબાઇલ કિં 50,000 તથા 6 ટુ વહીલ કિં 1,50,000 તથા પંખો કિંમત 1,000 મળી કુલ 2,48,940 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી જુગાર પકડ્યો હતો. લાલજી વશરામ પટેલ, કરશન મકવાણા તથા રમેશ લંગડી અને ભરત પોપટ માણીયા ભાગીદારીમાં જુગારનો ધંધો કરતા હતા. જ્યારે કનાભાઇ ગાેજીયાએ જગ્યાં ભાડે આપી હતી. પોલીસે કુલે 11 ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

પકડાયેલાં આરોપીઓ : લાલજી પટેલ (રહે. 204 વ્રજવિહાર સોસાયટી જકાત નાકાં પાસેે સરથાણા સુરત), પ્રફુલ્લ ખેર (રહે. 101 વ્રજવિહાર, વજચોક સરથાણા), ભુપત રાખોલિયા (રહે. મકાન નં 67 રાધેેક્રિષ્ણા સોસાયટી સરથાણા), કેલ્વીન પુંઠાવાળા (રહે. રણછોડ પાકઁ લલીતા ચોકડી કતારગામ), મનીષ પટેલ (રહે. એ.-3 કિરણ ચોક પુણાગામ સુરત), વલ્લભ ઢાંગા (રહે. 245 શિવશક્તિ સોસાયટી પુણાગામ સુરત)

વોન્ટેડ આરોપીઓ : ભરત ચૌહાણ (રહે. શક્તિ વિજય સો. વરાછા સુરત, જુગારનાં ધંધાનો ભાગીદાર તથા રેડ દરમ્યાન ભાગી જનાર)કરસન મકવાણાં (રહે. લશકાણા જુગારનાં ધંધાનો ભાગીદાર), રમેશ ઉફે લંગડી ભુવા (રહે.કામરેજ ગામ જુગારનાં ધંધાનો ભાગીદાર), કના ગોજીયા (રહે. આહિરવાડી ચોયાૅસી ગામ) જગ્યા ભાડે આાપનાર, ભરત માણીયા (રહે. બાપા સીતારામ સોસા.પુણાગામ સુરત)

અન્ય સમાચારો પણ છે...