ફરિયાદ:કામરેજના પૂર્વ સર્કલ મામલતદાર સામે 5.75 કરોડની ઠગાઇની રાવ

નવાગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટી.એન.પટેલે વિવાદિત જમીન ક્લિયર કરવાનું કહી નાણા લીધા હતા

કામરેજના ઓવિયાણ ગામની વાદવિવાદ વાળી જમીન ક્લીયર કરી આપવાની ભરોસો અને બાંહેધરી આપી ખેડુત વતી સોદો કરી સાટાખાટ પેટે કરોડો રૂપિયા લઇ લીધા બાદ જમીન ક્લીયર નહી થતાં, પાર્ટી પાસે લીધેલા રૂપિયા પરત નહીં કરતા સુરતનાં યોગેશભાઇ નાનાભાઇ વાળાએ સરકારી કર્મચારી ટી એન પટેલ વિરુદ્ધ વિસ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

ઓવિયાણ ગામે બ્લોક નં 8485 વાળી ક્ષેત્રફળ 10.75 વીંઘા વાળી જમીનમાં વિવાદ હોય, યોગેશભાઇ નાનાભાઇ વાળા (રહે. સી 1303, શુભમ એલીગન્ટ લેન્ડમાકઁ ટેક્ષ્ટાઇલની પાછળ સુરત વતન પાવઠી તા તલાજા જી ભાવનગર )ને લાડવી ગામનાં તેના મિત્ર ધનસુખભાઇ નાથુભાઇ આહિરે વર્ષ 2015માં યોગેશભાાઇની દુકાને ઠાકોરભાઇ નાથુભાઇ પટેલ (ટી. એન.પટેલ) સાથે જઇ પોતાનાં મિત્ર અને કામરેજ મામલતદાર કચેરીમાં સકૅલ મામલતદાર તરીકેની ઓળખ આપી હતી. જે ઓવિયાણ ગામની બ્લોક નં 8485 વાળી જમીનમાં વારસદારનો નામ જમીનમાં દાખલ કરાવી દેવા, પછી જમીન ખરીદવાની હોવાનું જણાવ્યું હતું. પોતે સરકારી કર્મચારી હોવાનું જણાવી, જમીન પોતે નહીં લઇ શકે, જમીનનાં વારસદારોને જમીન કલીયર કરી આપવા જણાવેલ, તેનાં બદલામાં 25 ટકા હિસ્સો આપવા જણાવ્યુ હતું.એમ ઓ યુ મારી હાથે ન થાય તેથી મારા 2 માણસો કિરીટભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે હીરાચંદનગર બારડોલી તથા ઇદરીશ કાળુભાઇ શેખ (રહે ભાદાપરા કામરેજ) ના વતી ખેડૂતો સાથે સમજૂતી કરાર સંગીતા કે. શાહ પાસે નોટરી કરાવેલ જણાવી, ખેડુત સાથે કોઇ વાત કરવાની નથી.

જમીનનો સોદોં મારી સાથે કરવાનો કહી, જમીન નામે કરવા સહીની જરૂર પડે ત્યારે ખેડુત પાસેે સહી સર્કલ મામલતદાર કરાવી આપવા જણાવ્યું હતું. પરંતુ યોગેશ વાળાએ જમીન ક્લીયર થાય તોજ ખરીદવાની વાત કરતા અને જમીનમાં કામરેજ પ્રાંતમાં વારસાઇ અંગેે આરટીએસ અપીલ 16/02/2015થી ચાલે છે. કામરેજ પાંત કચેરીમાં પોતાનું સેટિંગ હોવાનું જણાવી તા.07/09/2015નોં કામરેજ પ્રાંતનો બાકીના વારસદારોના 7/12માં નામો ચઢાવતો હુકમ લઇને ઠાકોરભાઇ અનેે ધનસુખ આહિર બન્ને યોગેશ વાળા પાસેે ગયા હતા, અને ત્યાર બાદ ઓવિયાણ ગામની જમીન બજાર ભાવ દોઢથી બે કરોડ ચાલતો હોવાનું જણાવી, વિવાદવાળી જમીન સસ્તા ભાવે આપવાનું કહીં 1,10,00,000 રૂપિયા એક વીંઘાનો ભાવ નકકી કરી દસ વીંઘાનાં 11 કરોડ રૂપિયા કિંમત ઠાકોરભાઇ અને યોગેશભાઇનાં ત્રણ ભાગીદારોએ નક્કી કરી હતી.

સાટાખત કરતી વખતે 2.35 કરોડ આપવાનાં, બાકીના પૈસા હપ્તાથી આપવાનાં અનેે સાટાખતમાં 95 લાખ ખેડુતોને રોકડા તથા ચેકથી આપ્યા હતા, અનેે બાકીનાં 1.85 કરોડ રૂપિયા ઠાકોર નાથુ પટેલ લઇ ગયો હતો, તેમજ સુરેશ એસ પટેલ નોટરી વકીલના ફીના 5 લાખ પણ લીધા હતા. પરંતુ સુરત કલેકટર માં ખેડૂતોએ આરટીએસ અપીલ દાખલ કરેલી હોય, ત્યાં કલેકટરમાંં સેટિંગ હોવાની વાત કરી હોય, પરંતુ કલેક્ટરમાં પાટી તરફેે ઓડૅર નહી થતાં ખરીદનારનો ઠાકોરભાઇ પટેલ પરથી ભરોસો ઉઠી ગયો હતો. રોકેલા પૈસાની માંગણી કરતા જીગ્ઞેશ ડી સુરતી નોટરી મારફતેે સમજૂતી કરાર થયો હતો. જેમાં ઠાકોરભાઇ પટેલે 5.75 કરોડ આપવાનાં થતાં હોય, અને બેંક ઓફ બરોડાનાં 4 કોરા ચેક આપ્યા હતા.

ત્યારબાદ આ રકમની અવાર નવાર માંગણી કરતા ઠાકોર પટેલે રકમ આપેલી નહીં અને જુદા જુદા બહાનાં બતાવી સમય પસાર કર્યો હતો. જેથી અકળાયેલા યોગેશવાળાએ આખર ઠાકોરભાઇ નાથુભાઇ પટેલ પોતે સરકારી કર્મચારી સર્કલ મામલતદાર કામરેજની ઓળખ આપી વિવાદવાળી જમીન ક્લીયર કરી આપવાનો ભરોસો વિશ્વાસ આપી જમીનનાં એજન્ટની ભૂમિકા ભજવી સાટાખત પેટેે મોટી રકમ લઇ જમીન ક્લીયર નહી થતાં, રકમ પરત નહીં કરેલી હોય, ઠાકોરભાઇ નાથુભાઇ પટેલ (રહે રુમલા કણબી ફળીયું તા .ચીખલીજી નવસારી ) વિરુધ વિશ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ કામરેજ પોલિસ મથકે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...