ધરપકડ:કાર ચોરવા ગોવા જઇ રહેલા બિષ્નોઈ ગેંગના ચારને ઉંભેળથી દબોચી લેવાયા

નવાગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરી માટે ઉપયોગી સાધનો સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત - Divya Bhaskar
ચોરી માટે ઉપયોગી સાધનો સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત
  • અનેક વાહન ચોરીઓને અંજામ આપનારી આંતર રાજ્ય ગેંગ ઝડપાઇ
  • ટોળકીને​​​​​​​ ગોવા બોલવનારો મુખ્ય સૂત્રધાર રૂપરામ જાટ વોન્ટેડ જાહેર

એલસીબી પોલીસે રાજસ્થાનની કુખ્યાત વાહનચોર બિશ્નોઇ ગેંગનાં ચાર સભ્યોને ઉંભેળ હાઈ વે પરથી ઝડપ્યા હતાં. પોલીસની પૂછતાંછમાં તેઓ હુંડાઇ કંપનીની ક્રેટા કારમાં રાજસ્થાનથી ગોવા કાર ચોરી કરવા જતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે 4 આરોપી સાથે 10.90 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. ચાર આરોપીની અટક કરી તથા મુખ્ય સુત્રધાર રૂપારામ જાટને વોન્ટેડ જાહેર કર્યો છે.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત જીલ્લા એલસીબીની ટીમ વાહન ચોરી ગુનાં સબંધિત ઉકેલવા પેટોલીંગમાંં હતી ત્યારે બાતમી મળેલ હતી કે નોથૅ ગોવાનાં પોરવોરિમ પોં.સ્ટે.માં નોંધાયેલ ગુનામાંં સંડોવાયેલ આરોપીઓ એક ક્રેટાં કાર નં (GJ- 01 RM -6474) માંં અમદાવાદથી મુંબઇ જઈ રહ્યાં છે.

જે બાતમીથી ઉંભેળ ગામ નજીક નાકાબંધી ગોઠવી બાતમી વાળી કારનેે રોકી બેઠેલા ચાર ઇસમોનેે ઝડપી લઇ પુછપરછ કરતા તેઓ રાજસ્થાનની બિશ્નોઇ ગેંગનાંં સભ્યો હોય, અનેે ગોવા ખાતે ચોરી કરવા જતાં હોવાનું તથા અગાઉ નોથૅૅ ગોવા વિસ્તારમાંથી સ્કોર્પિયો ગાડી નં (GA 05 F 8800) ચોરી કરી રાજસ્થાન લઇ ગયેલ હોવાનું કબૂલ્યું હતું.

મુખ્ય આરોપી રૂપારામ જાટે ચોરી કરવા ગોવા ભેગા થવાનું જણાવતા પોતાની ક્રેટા કારમાં ગોવા જતા હોવાનું જણાવ્યું હતું. તેમજ કારની તલાશી લેતાં ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા.પોલીસે તેમની પાસેથી હુંડાઇ કંપનીની ક્રેટા ફોર વ્હીલ નં (GJ 01 RM 6474) 10 લાખ, રોકડા 37210, મોબાઈલ 6 કિંમત 52,000, મળી કુલઃ10,90,210રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ
અરવિંદ ગંગારામ બિશ્નોઇ (28) (રહે. રાજપુતો કી ધાની જેરન થાના ભીલવાડા તા બાગોરા, જી રાજસ્થાન), રામજીવન કિશનરામ બિશ્નોઇ (28) (કોજા તા. ગુડામાલાની થાના બાડમેર), શ્વણ કુમાર લાલુરામ બિશ્નોઇ (25) (રહે. બિશ્નોઇઓની ધાની બારોડી ગામ તા. ગુડામાલાની), ક્રિષ્ણકુમાર ઉદારાણા માલી (34) (રહે. ભાખરપુરાગામ, થાનાં ગુડામાલાની બાડમેર). વોન્ટેડ રૂપારામ જાટ, રૂપારામનો માણસ.

બિશ્નોઈ ગેંગ વાહનચોરીમાં કુખ્યાત છે. આ ગેંગ આંતર રાજ્યના વાહન ચોરી કરીના અનેક ગુનાઓ નોધાયા છે. પોલીસે ઉંભેળથી ઝડપેલ ગેંગ પાસેથી કાર ચોરી કરવાના સાધનો જેવા કે ઇલેક્ટીક કાર સેન્સર કેબલ નં 1, કાચ તોડવાનું કટરમશીન, મહિન્દ્રા કંપનીની માસ્ટર ચાવી નંગ 3, હુંડાઇ કંપનીની રીમોટ કી નંગ 2 મળી આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...