પોલીસની કામગીરી સામે સવાલ:સુરત જિલ્લા પોલીસનાં ઘલુડી સેલ્ટર હોમમાંથી ચાર બાંગ્લાદેશી મહિલાઓ ફરાર

નવાગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ન હોવાથી મહિલાઓ નજર ચૂકવીને ભાગી ગઈ
  • મહિલાઓને પકડી પાડવા પોલીસની કવાયત

સુરત જિલ્લા પોલીસનાં ઘલુડી હેડ કવાટર્સ ખાતે આવેલ સેલ્ટર હોમમાંથી 4 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થઈ જતા, જિલ્લા પોલીસે મહિલાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. શુક્રવારે રાજ્યનાંગૃહ મંત્રી હર્ષ સંઘવી કામરેજ તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે જ સુરત જિલ્લા પોલીસની પોલ ખુલી. પોલીસ હેડ ક્વોર્ટર્સમાંથી જ 4 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થઇ જતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા હતા.

કામરેજ પોલીસ દ્વારા વર્ષ 2021નાંં ઓગષ્ટ મહિનામાં ખોલવડથી 4 વિદેશી બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. અને તેઓને સુરત જિલ્લા પોલીસનાં ઘલુડી ખાતે આવેલ પોલીસ હેડ ક્વોર્ટર્સનાં કંપાઉંડમાં બનાવવામાં આવેલા સેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી. જે ચારેય બપોરનાં સાડા બારથી એકના સમયગાળામાં કોઇને કહ્યા વગર ફરાર થઇ ગઇ હતી. જે બાબત પોલીસની જાણમાં આવતાં તેમને પકડવા માટે પોલીસ દોડતી થઇ ગઇ હતી.

હાલ કામરેજ પોલીસ એસ ઓ જી તથા એલ સી જી પોલીસ ચારેય મહિલાઓને ઝડપી લેવા કામે લાગી છે. જાણવા મળતી વિગત મુજબ સેલ્ટર હોમમાં કોઇ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. ફક્ત પોલીસ જાપ્તો જ રાખવામાં આવ્યો હતો. જેના કારણે પોલીસ કર્મચારીઓઓની નજર ચુકવીને બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થવામાં સફળ થઇ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર થયેલી ચારેય મહિલાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ફરાર થયેલી મહિલાઓનાં નામ

  • દિયા હજરત અલી વિશ્વાસ (20)
  • સુમૈયા ઉફે રૂપાલી અકબર હુસૈન શૈખ
  • લુબની બેગમ લાલન મુલ્લા (22)
  • હાસી મુલ્લા લીટુ મુલ્લા (20)
અન્ય સમાચારો પણ છે...