ધરપકડ:કામરેજનાં કરજણ ગામેે દારૂની હેરાફેરી કરતાં પાંચ પકડાયા

નવાગામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12.49 લાખનો મુદ્દામાલ કબ્જે, દારૂ મંગાવનાર ફરાર

કામરેજ તાલુકાનાં કરજણ ગામે ડોરી વગામાંં આવેલ કમલેશભાઇ નાનુભાઇ શાહનાંં કેળાનાંં ખેતરમાં જીતુ ઉફેે કડિયોં કાળુ સાયણ ઉફે અફરોઝખાન રોવળ વિદેશી દારુનો જથ્થો સગેવગેે કરી રહ્યો હોવાની કામરેજ પોલીસનેેબાતમી મળતા પીએસઆઇ બી. બી. પરધનેે પોલીસની ટીમ સાથેે તા.12 ઓક્ટોબરની સાંજે 6.45 વાગેે ત્રાટકતાં સ્થળ પર વિદેશી દારૂ સગે વગે કરવાની પેરવી કરતાં પાંચ ઇસમોનેે ઝડપી લીધા હતાં. જ્યારે મુખ્ય સુત્રધાર જીતુ સાયણ રોવાળ (રહે કરજણ ગામ) નાશી છુટતાં વોન્ટેડ જાહેર કર્યો હતો.

કામરેજ પોલિસનેે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદીજુદી બ્રાંડની બાટલીઓ નંગ 3312કિં.9,16,302રુ. તથા 3 નંગ મોબાઇલ કિં 3000રૂપિયા એક ઓટો રીક્ષા નં (GJ 05 ZZ 3313) કિં.30 હજાર તથા હોંડાસિટી કાર નં (MH 27 Y 1111)કિં.3 લાખ મળી કુલ 12,49,320 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ પ્રોહીબીશનએકટ મુજબ કાર્યવાહી કરી હતી.

ઘટના સ્થળે અફરોઝ ખાન ગફારખાન પઠાણ (રહે. બી 64 રસુલાબાદ સોસાયટી સાયણ ગામ) સંજય ઠાકોર રાઠોડ (રહે. લીંબડી ચોક કરજણ ગામ), અરવિંદ સુખા રાઠોડ (રહે.નવું ફળીયું કરજણ ગામ), મનાેજ ઈશ્વર રાઠોડ (રહે. નવું ફળીયું કરજાણ ગામ), વિપુલ રાજુ રાઠોડ (રહે. મંદિર ફળીયું કરજણ ગામ) પકડાઈ ગયા હતાં.

પકડાયેલા મજૂરી કામે આવ્યા હતા
પકડાયેલા આરોપીઓાની પૂછપરછ કરતા વિપુલ રાજુ રાઠોડેે જણાવ્યું હતું કે દારૂનો જથ્થો જીતુ ઉફેેકડીયો કાળુ સાયણ ઉફેે અફરંઝખાન પઠાણનાએ મંગાવ્યો હતો અને તે પોતે તથા સંજય રાઠોડ, અરવિંદ રાઠોડ, મનોજ રાઠોડ દારૂની પેટી ઉંચકવાની મજૂરી કામેે આવ્યા હતા. પોલીસ હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારેે અફરોઝખાન ગફારખાન પઠાણ હોંડા સિટી ગાડીમાં દારૂભરી ડીલીવરી કરવાં ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...