ગોરખધંધો:ભંગારની દુકાનમાં જોખમી કેમિકલ ભેળવી બનાવાતો હતો ડુપ્લીકેટ દારૂ

નવાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભંગારમાં આવતી ખાલી બોટલોમાં કેમિકલ ભરી નવા સ્ટીકર અને બુચ લગાવી દેવાતા હતા - Divya Bhaskar
ભંગારમાં આવતી ખાલી બોટલોમાં કેમિકલ ભરી નવા સ્ટીકર અને બુચ લગાવી દેવાતા હતા
  • કામરેજના ખોલવડથી ઝડપાયું નકલી દારૂ બનાવવાનું કારખાનું

કામરેજ તાલુકાના ખોલવડ ગામે પંચામૃત સોસાયટી નજીક ભંગારની દુકાનમાં મહારાષ્ટ્ર અને અને દમણના સ્ટીકર મારી માનવ સ્વાસ્થ્યને હાની પહોંચાડે તેવા કેમિકલનો ઉપયોગ કરી બનાવતાં હોવાની બાતમી આધારે રેડ કરતાં પોલીસે 4 રાજસ્થાની ઈસમોને ઝડપી પાડી એકને 1.59 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

ખોલવડ ગામે પાસોદરા પાટીયા નજીક પંચામૃત સોસાયટીનાં ગેટની બાજુમાં પતરાનાં શેડમાં ભંગારની આડમાં ડુપ્લીકેટ ઇંગલીશ દારૂ બનાવાતો હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. જે આધારે પોલીસે રેડ કરી માનવ સ્વાસ્થયનેે હાનિ પહોંચાડે તેવી હલકી કક્ષાનું કેમિકલયુકત ઇમ્પિરિયલ બ્લ્યુ વ્હીસ્કી બનાવટી દારૂ બનાવતાં તથા બનાવટી દારૂ બનાવવાની સામગ્રી પકડી પાડી હતી.

સાથે ચાર રાજસ્થાનીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા ઇસમો પાસેથી 180 ગ્રામ ઇમ્પિરિયલ બ્લ્યુ ક્લાસિક ગ્રેન વ્હીસ્કી 180 MLકુલ નંગ92 કિં.8280 રુ, 750 MLકાચની ખાલી બોટલો નંગ 57 , 180 ML કાચની ખાલી બોટલો 46 તથા પેકેજીંગની અન્ય સાધન સામગ્રી તેમજ બનાવટી દારુ બનાવવા તથાં હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલા 3 વાહનો કિં 85,000રૂપિયા મોબાઇલનંગ 4 કિંમત 18,000રૂ તથા ડુપ્લીકેટ દારૂ 69 લીટર કિં 34,500 રૂપિયા મળી કુલ 1,59,880 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે.લીધોં હતો.ડુપ્લીકેટ દારૂની બોટલ પર મહારાષ્ટ્ર અને દમણની બનાવટનું સ્ટીકર લગાવવામાં આવતું હતું.

પોલીસે 3 ઈસમ અને 1 ની ધરપકડ કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરેલ છે.17 જેટલી કલમનો ઉમેરો કરાયો | ખોલવડથી ઝડપાયેલ ડુપ્લીકેટ દારૂના ગુનામાં 3 ઈસમ સહિત 1 સગીરને ઝડપી પાડવામાં આવ્યો હતો, અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આ ચારે વિરુદ્ધ 17 જેટલી વિવિધ કલમ ઉમેરી છે.

સગીર સહિત 4 લોકોની અટક
{ કૈલાશ દયારામ ગુર્જર (21) (રહે. 406 મંથન રેસી નનશાડ મુળ ગુલખેડા રાજસ્થાન) { રાજુ બકતાવરજી ગુર્જર (31) (કિરણ રેસી.ખોલવડ મુળ જમાલપુર,રાજસ્થાન) { છગન અમરચંદ ચૌધરી (27) (રહે 406 મંથન રેસી. મુળ વિશનપુરા જિ.ઉદયપુર રાજસ્થાન) { 16 વર્ષીય સગીર વોન્ટેડ કૈલાશ ગોપાળજી ગુર્જર રહે.અંકલેશ્વર જી.ભરૂચ

લોકડાઉનમાં પણ મોટાપાયે વેચાણ
ખોલવડ ખાતે પકડાયેલ ડુપ્લીકેટ દારૂના કારખાનાનું ઘણા સમયથી ચાલતું હોવાનું જાણવા મળેલ છે. લોકડાઉન દરમિયાન રાજ્યની વિવિધ બોર્ડરો સીલ હતી છતાં પણ જિલ્લામાં દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હતુું. જેના પરથી કહી શકાય કે આ દરમિયાન આવા ડુપ્લીકેટ દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હોય.

એફએસએલમાં સેમ્પલ મોકલાયા
ખોલવડ ખાતે ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી છે. ડુપ્લિકેટ દારૂ બનાવવામાં હાનિકારક કેમિકલ વધારવામાં આવતા હોય. જેની તપાસ માટે એફએસએલમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કયા કેમિકલ વધારવામાં આવ્યા છે તે જાણવા મળશે. - મહેશ ગીલાતર, કામરેજ, પીઆઈ

​​​​​​​આ રીતે ગ્રાહકોને છેતરતા હતા : ભંગારમાંથી દારૂની ખાલી બોટલ લાવી તેને ધોઈ તેમાં ડુપ્લીકેટ દારૂ ભરી કંપનીના સ્ટીકર લગાવી સીલ કરવામાં આવતી હતી. તેમજ બાટલીના ખોખા પણ બનાવવામાં આવતાં હતાં અને તેની પર બેચ નંબર પણ લગાવવામાં આવતો હતો.જેથી ગ્રાહકોને દારૂની બોટલ અસલી હોવાનું લાગે. ઉપરોક્ત તસવીરમાં પ્લાસ્ટીકના કેનમાં ભરેલું કેમિલક, બોક્સમાં મુકાલેલા બુચ અને નકલી દારૂની બોટલો જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...