અકસ્માત:બંધ ટ્રકની તપાસ કરતા ડ્રાઇવર ક્લિનરનેે બીજી ટ્રકે અડફેટે લીધા, એકનું મોત, એક સિવિલમાં સારવાર હેઠળ

નવાગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાનાંં ગોધરા ખાતે રહેતા બે મિત્રો રીયાઝ ઇલિયાસમુલ્લા કલીનર (28) રહે. ગોધરા તથા સોહિલ મહેબુબ મદારી ડા્ઇવર રહે,ગોધરા રવિવારે સાંજે સાડા સાતેક વાગેે તલોજા MIDC મહારાષ્ટ્ પનવેલથી ટ્ક નં GJ 09 AV 2139માંં કલર તથા બેરલ ભરી તલોજાથી અમદાવાદ ડીલીવરી કરવા જતાં હતા અનેે સોમવારે સવારે મુંબઇથી અમદાવાદ જતાં હાઇવેે પર વાવ ગામની સીમમાંથી પસાર થતાંં હતાં. ત્યારે પહેલા ટ્રેક પર ટ્રક અચાનક બંધ થઇ ગઇ હતી અનેે ટ્રકનુ સ્ટીયરીંગ અચાનક લોક થઇ ગયું હતું. જેનેે ચાલુ કરવા સોહિલેે ઘણાંં પ્રયત્નો કર્યા પણ ચાલુ નહી થતાં બંને જણાં ટ્રકમાંથી ઉતરી પાછળનાં ભાગે જઇ તપાસી રહ્યા હતાં.

આ સમયે અચાનક પુરઝડપે ધસી આવેલી એક ટ્ક નં DN 09 Q 9678નાંં ચાલકેે જોરદાર ટકકર મારતા રીયાઝ દૂર ફેંકાઇ ગયો હતો. જ્યારે સોહિલ ઉભેલી ટ્રકનાં ગાર્ડ વચ્ચે ચગદાઇ જતાં માથા અનેે શરીરે ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. કોઇ રાહદારીએે 108નેે ફોન કરતા રીયાઝને સુરત સિવીલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ક્લિનરની ફરિયાદ આધારે ટ્રક નં DN 09 Q 9678નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત કરનાર ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...