તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:દીનબંધુ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા મંજૂરી આપી છે

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્યમંત્રીએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાન અન્વયે ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે કોવિડ કેર સેન્ટર, ઓલપાડ તાલુકાના સાયણની જીવનરક્ષા હોસ્પિટલ અને કામરેજ તાલુકાના ખોલવડ સ્થિત દીનબંધુ હોસ્પિટલની મુલાકાત લઈ ઉપલબ્ધ બેડ, આરોગ્ય સુવિધાઓ અને દર્દીઓને અપાતી સારવાર અંગે જાણકારી મેળવી હતી. હજીરા સ્થિત એલ.એન્ડ ટી. કંપની દ્વારા ભટલાઈ ગામે 5,000 માસ્ક અર્પણ કરાયા હતા. મંત્રીએ ભટલાઈ ગામે રસીકરણ કેન્દ્રની મુલાકાત પણ લીધી હતી. ઉપરોક્ત સ્થળોએ સંબંધિત પદાધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું કે, કામરેજના ખોલવડ સ્થિત દીનબંધુ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ સાથે લિન્ક કર્યા છે. ઉપરાંત દરેક સેન્ટર ખાતે મેડિકકલ સ્ટાફ દ્વારા એક વખત ચેકઅપ અને જરૂર જણાયતો 108ની સેવા આપવામાં આવે છે. આરોગ્ય ટીમના સહયોગથી ગામમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે, જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય. દર્દીઓનો કોરોના ટેસ્ટ કરી જો કોઈ પોઝિટીવ આવે તો અલગ સારવાર આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...