સમારોહ:દેશમાં છેવાડાનાં માનવી સુધી પહોંચવું અને ગામડાનું ઉત્થાન કરવું હોય તો સહકારી માળખું ખૂબ જ જરૂરીઃ દિલીપ સંઘાણી

નવાગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સહકાર ભરતીના કાર્યક્રમ દિલીપ સંઘાણી - Divya Bhaskar
સહકાર ભરતીના કાર્યક્રમ દિલીપ સંઘાણી
  • સહકાર ભારતી ગુજરાતનું પાંચમું અધિવેશન કામરેજ દાદાભગવાન મંદિર ખાતે યોજાયું

સહકાર ભારતી ગુજરાતનું પાંચમું અધિવેશન કામરેજ દાદાભગવાન મંદિર ખાતે યોજાયું.મહાત્માં ગાંધી તથા પૂર્વ વડાપધાન લાલબહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સહકારી સંઘનાં ચેરમેન દિલીપભાઇ સંઘાણી નેશનલ કો.ઓપ. બેન્ક ફેડરેશનનાં ચેરમેન જ્તોતીન્દ્રભાઇ મહેતા નર્મદા સુગરનાં ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ મરોલી મંડળીનાં ચેરમેન દિલીપભાઇ રાયકા સહિત ગુજરાતનાં તમામ તાલુકાઓ અને તમામ ક્ષેત્રની સહકારી સંસ્થાઓનાં આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સહકાર ભારતી બિનરાજકિય સ્ધૈચ્છિક અખીલ ભારતીય સંગઠન છેે.

દર ત્રણ વર્ષ રાષ્ટ્રીય અનેે પ્રદેશસ્તરનાં અધિવેશનો યોજાય છે. ગુજરાતમાંં આ અગાઉ ચાર અધિવેશનો યોજાયા છે.અધિવેશનનોં હેતુ સહકારી ક્ષેત્રમાં સંસ્કારી કાર્યકરોનું નિર્માણ કરવુ અને તેમનું સંગઠન કરવું તેનાં દ્વારા સહકારી ચળવળની ે વૃદ્ધિ કરવી. તાજેતરમાં કેન્દ્ર સરકારે સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલય ફાળવ્યુ છે. તેની પાછળ સહકાર ભારતીની વર્ષો જુની રજુઆત છે. સહકારી ક્ષેત્રમાં સુધારા માટે વધુને વધુ રજુઆત કરવા કટિબદ્ધ છે. સહકાર ભારતી ગુજરાતનું પાંચમું અધિવેશન 2-10-2021નાં ગાંધી જયંતીનાં દિને કામરેજંં દાદા ભગવાન મંદિરે શુભારંભ થયો હતો.

બે દિવસ ચાલનારા અધિવેશનની શરૂઆત દિલિપભાઇ સંઘાણીનાં હસ્તે ધ્વજારોહણથી થઇ હતી. ત્યારબાદ વિશાળ હોલમાં એકત્રિત કાર્યકતાઁઓએ સમૂહમાં સહકારી ગીત ગાયું હતું. મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સુમુલ ડેરીનાં પૂર્વ ડાયરેકટર ડો. પી આર પાંડે લિખીત પુસ્તકનું વિમોચન કરવામાંં આવ્યું હતું. દિલિપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિ લાવી શકાય છે.

સહકાર દ્વારા સમૃદ્ધિ લાવવાનું કામ સહકાર ભારતી કરે છે. ભારત દેશમાં છેવાડાનાં માનવી સુધી પહોંચવું ગામડાનું ઉત્થાન કરવું હોય તો સહકારી માળખું જરૂરી છે. અર્થતંત્રનેે ગતિશીલતા રોજીરોટી આપવાનું કામ કરે છેે. સરકાર કરી ન શકે તે સહકારથી શક્ય છે. અધિવેશનને સફળ બનાવવા માટે સહકાર ભારતીની ટીમ અને દક્ષિણ ગુજરાતનાં સંયોજક જયંતિભાઇ કેવટ તથાં તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...