તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાવનગર કલેક્ટરનો ખોટો હુકમ બતાવી જમીન પચાવવા કારસો કરનાર સામે ફરિયાદ

નવાગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોલવડમાં પટેલ પરિવારની સંયુકત જમીન, મામલતદારે ફરિયાદ નોંધાવી

કામરેજ તાલુકાના ખોલવડ ખાતે આવેલી ખેતીલાયક જમીનમાં ખોલવડના યુવકે ભાવનગર કલેક્ટરનો ખોટો હુકમ બનાવી જમીનમાં નામ દાખલ કરાવવા કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કલેક્ટરનો હુકમ ખોટો હોવાનું બહાર આવતાં ખોલવડના અબુ બકર ઈસ્માઈલ જસાત વિરુદ્ધ કામરેજ મામલતદારે છેતપિંડીનો ગુનો નોંધાવ્યો છે.

મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાનાં ખોલવડ ગામેે નવો બ્લોક નં 2839 જુનો બ્લોક નં 67 સર્વે નં 62/1 વાળી જમીનનાંં કબ્જેદાર તરીકે 1 ભોળાભાઇ બેચરભાઇ પટેલ, 2 નિમેશ ભોળાભાઇ પટેલ, 3 ભાર્ગવકુમાર ભોળાભાઇ પટેલ, 4 જયાબેન ભોળાભાઇ પટેલનાંં સંયુકત નામે ચાલી આવેલ છે.

આ જમીન પોતાની તરફેણમાં કરાવવા ખોલવડ ગામનાં આરોપી અબુ બકર ઇસ્માઇલ જસાતએ જમીનમાં કલમ 84સી હેઠળની નમુના નં 6ની એન્ટ્રી પાડવા માટે તા.24-12-2018નાં અરજીની સાથે મે. કલેકટર ભાવનગરનાં હુકમ નં જમન / લે. રે.કો 63 એન આર / 219 /2018 પોતાનું નામ દાખલ કરવા કામરેજ મામલતદાર કચેરીએ રજૂ કરી હતી.

અરજદાર અબુ બકરની અરજી તથાં ભાવનગરનાં કલેકટરનાં હુકમથી સદર જમીનની ગામ નમુના નં 6માં કાચી નોંધ નં 11281 તા. 7-1-2019થી અબુ બકર ઇસ્માઇલ જસાત નામ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સદરહુકમની ખરાઇ કરવા તત્કાલીન મામલતદાર કામરેજએ કલેકટર ભાવનગરનેે પત્ર લખતા ઉપરોક્ત હુકમ કલેકટર ભાવનગર કચેરીનો નથી તેવો પ્રત્યુતર પાઠવ્યો હતો અને તે પત્ર અત્રેની કચેરીએ તા.19-3-2021નાં ઇનવર્ડ થયો હતો.

તેમજ ખેડૂત ભોળાભાઇ પટેલે ભાવનગર કલેકટર કચેરીમાંં વાંધા અરજી આપી હતી. સાથે કાચી નોંધમાં ભાવનગરનાં કલેકટરનાં હુકમની પ્રમાણિત નકલ માંગતા ભાવનગર કલેકટરે અત્રેની કચેરીએથી હુકમ કરવામાં આવેલ નથી. હુકમ સાથેનાં કાગળોની પ્રમાણિત નકલો આપી શકાય એમ નથી તેવો જવાબ આપ્યો હતો.

આમ અરજી સાથે રજૂ થયેલા હુકમની ખરાઇ જે તેે હુકમ કરનાર કચેરી તરફથી ન થવાથી નોંધ નિર્ણય કરનાર સર્કલ ઓફિસર કામરેજએ તા 6-3-2019 નાં નોંધ નામંજૂર કરી હતી. આમ ખોટો અને બનાવટી હુકમ છે. તેની પોતાને જાણકારી હોવા છતાં ખરાં તરીકે રજૂ કરી સરકાર સાથે છેતરપીંડી કરી હોવાનું કામરેજ મામલતદાર મહેશભાઇ ભીખાભાઇ પટેલનાં ધ્યાનમાં આવતા તેમણે કામરેજ પોલીસ મથકે અબુ બકર ઇસ્માઇલ જસાત સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...