વિવાદ:કીમની યુવતીને ત્રાસ આપતા પતિ, સાસુ, સસરા, નણંદો વિરુદ્ધ ફરિયાદ

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરકામ અંગે મેણાટોણાં તથા દહેજ અંગે ત્રાસ અપાતો હતો

ઓલપાડ તાલુકાનાં કીમનગર ગણેશનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રસિંહ મદનસિંહ વાંસડિયાની દિકરી નિધી (24)નાં લગ્ન દેવેન્દ્રસિંહ મોહનસિંહ સાયણિયાનાંં પુત્ર પ્રતિકસિંહ સાથે 25-9-2017નાં થયા હતાં. નિધિનાંં પિયરમાં આર્થિક સ્થિતિ નબળી હોય લગ્નનાં ચારેક માસ બાદ પતિ સાસુ સસરા તથા નણંદોએ ઘરનાં કામકાજ અંગે મેહણાટોણાં મારી હેરાન પરેશાન તથા દહેજ અંગે ત્રાસ આપવાનું શરૂ કયું હતું. તેમજ શારીરીક માનસિક ત્રાસ આપતા હતાં. ચારેક વર્ષ ત્રાસ સહન કર્યા બાદ તા.20-5-2021નાં નિધિ પિયર આવી ગઇ હતી.

ત્યારબાદ પણ ત્રાસ આપવાનું ચાલુ રહ્યુ હતું. આખરે કંટાળીને પતિ, સાસુુ-સસરા તથા બે નણંદો વિરૂદ્ધ મહિલા પો સ્ટે.ફરિયાદ નોધાવી હતી. તમામ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારાની કલમ 4 હેઠળ ગુનો નોંધી તપાસ મનિષા વસાવા એએસઆઇ મહિલા પો સ્ટે.કરી રહ્યા છે. પોલીસે પ્રતિકસિંહ સાયણિયા (પતિ), દેવેન્દ્રસિંહ સાયણિયા (સસરા), પદ્માબહેન સાયણિયા (સાસુ), મહેશ્વરી સોલંકી (નણંદ), રોમીબેન બારડ સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...