સુરત ભટારનાં મહેશકુમાર કાશીપ્રસાદ ચીરાનીયાએ નવી પારડી ગામની બ્લોક નં 198 વાળી જમીનનાં વેચાણ અવેજ પેટે 3,22,70,000 રૂપિયાની રકમ ચુકવ્યા બાદ પણ જમીન માલિક દ્વારા જમીનનો કબ્જો નહીં સોંપવામાં આવતા રૂપિયા પરત માંગ્યા હતા જેના બદલામા જમીન માલિક ધ્વારા નાલાયક ગાળોંઆપી જાનથી મારી નાંખવાની ધમકી અપાતા પાંચ શખ્સો વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે છેતરપીંડી વિશ્વાવાસ ઘાતની ફરિયાદ નોંધાવી હતી.
સુરતનાંં ભટાર રોડ રહેતા મહેશકુમાર કાશીપ્રસાદ ચીરાનીયા (મુળ રહે. રાજસ્થાન ) કામરેજ તાલુકાના નવીપારડી ગામની બ્લોક નં 198 વાળી રહેણાકનાં હેતુ તૃપ્તીનગર સોસાયટીનું પ્લોટિંગ કરેલ બીનખેતીની જમીન 7/12 તેમજ એન એ.ની નકલ મુજબ ક્ષેત્રફળ 18475 સમ ચાેરસમીટરવાળી જમીનનાં માલિકો જીતુભાઇ રાઘુભાઇ આહિર, રાજેન્દ્ર રાઘુભાઇ આહિર, મોહન રાજેન્દ્ર આહિર, પ્રકાશ રાજેન્દ્ર આહિર, વિભેન્દ્ર રાજેન્દ્ર આહિર (તમામ રહે. ભરવાડ વાસ ધોરણ પારડી)નાઓએ આ જમીન પોતાની માલીકીની હોવાનું જણાવી તથા તેનો તમામ વહીવટ જીતુભાઇ રાઘુભાઇ આહિર કરતા હોવાનું જણાવી તથા સદર જમીનનાંં તમામ ટાઇટલ ક્લીયર કરાવી આપવાનું જણાવી એક વીંઘાનાં 1,22,70,000રૂપિયાનો કિંમત નક્કી કરી મહેશભાઇ પાસેથી ટુકડે ટુકડે 1,22,70,000રૂપિયા મેળવી લીધા હતા તથા તા 15-2-2016 નાં રોજ બીજા 2 કરોડ રૂપિયા મેળવી લઇ 16-2-2016નાંં રોજ નોટરાઇઝ સાટાખત કરી આપ્યું હતું. પરંતુ સાટાખતની શરત મુજબ નવ મહિનામાં જમીનનું ટાઇટલ ક્લિયર કરી આપવાનું હતું, પરંતુ આજ દિન સુધી કરી આપ્યુ ન હતું.
કુલ મળીને 3,22,70,000રૂપિયા લઇ લીધા હતા. જેથી મહેશભાઇએ રૂપિયા પરત માંગ્યા હતા. જે બાબતેે આરોપીઓ દ્વારા વાયદાઓ કરવામાં આવતા હતા, તથા વાયદા પેટે અઢી કરોડ રૂપિયાંરોકડા બે ફોર વ્હીલ ગાડી તથા બે મોબાઇલ ફોનઆપવાનું કહેવામાં આવ્યું હતું.
જે પણ નહીં આપી તેમની સાથે ઉપરોકત પાંચ ઇસમોએ ઝઘડો કરી નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી પોતાની સાથે વિશ્વાસ ઘાત કરી છેતરપીંડી કરી હોવાનું જણાતા જીતુ રાઘુ આહિર, રાજેન્દ્ર રાઘુ આહિર, મોહન રાજેન્દ્ર આહિર, પ્રકાશ રાજેન્દ્ર આહિર વિભેન્દ્ર રાજેન્દ્ર આહિર વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.