તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખોલેશ્વર તાપી નદીમાંથી 2 માસમાં 26.89 લાખનું રેતી ખનન કરનારા 6 સામે ફરિયાદ

નવાગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદાને નેવે મુકી તાપી નદીમાંથી દરરોજની 16 ટ્રક જેટલી રેતી ઉલેચવામાં આવી હતી

કામરેજનાં ખોલેશ્વર ગામે તાપી નદીમાંથી ગેર કાયદેરેતી ખનન કરતા છ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આરોપીઓએ એકબીજાની મદદગારીથી બે મહિનામાં સરકારનેે 26,89,829 રૂપિયાનો ચુનો લગાડ્યો છે. સુરત ખાણખનીજ વિભાગ દ્વારા કામરેજ પોલીસ મથકેે 6 વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. કામરેજ તાલુકાનાં ખોલેશ્વર ગામે તાપી નદીમાથી મોટા પાયે ગેરકાયદે રેતી ખનન થતુ હોવાની સુરત જિલ્લા ભુસ્તરની કચેરીને ફરિયાદ મળતા 7-7-2021નાં ભુસ્તર કચેરીના અધિકારીઓએ ખોલેશ્વર રેઇડ કરી હતી. અને તાપી નદીના પટમાં બે યાંત્રિક નાવડીઓ જપ્ત કરી હતી.

ત્યાર બાદ તા 31-7-2021ના રોજ ભુસ્તરનાં કર્મચારીઓ ખોલેશ્વર ગામે ચેકિંગ માટે ગયા હતાં. નદીના પટમાં ભૂસ્તરના સ્ટાફને જોઈને ટ્રક નં (GJ 19 V 9500)નો ચાલક ટ્રક લઇને ભાગવાં માંડ્યો હતો, અને ખોલેશ્વર ગામ રીવરવેલી ફાર્મનાં રસ્તા પર રેતી ખાલી કરી નાસી ગયો હતો. ટ્રક બાબતે કર્મચારીઓએ તપાસ કરતા ખોલવડ ગામનાં રમણ વસાવાની હોવાની બહાર આવ્યું હતું. જે ટ્રકમાં સાદી રેતીનો જથ્થો 18.50 મેટ્રીક ટન જે એક મે ટનની કિં.5000 લેખે 92500 રૂપિયા તથા વાહન વસુલાતનાં 50,000 તથા 740 રૂપિયા પર્યાવરણીય નુકશાનનાં મળી કુલ 1,43,240 રૂપિયાનું સરકારી તીજોરીને નુકશાન કયું હતું.

તેમજ 2-9-2021ના રોજ ભૂસ્તર વિભાગ દ્વારા ખોલેશ્વર ગામે રેડ કરવામાં આવી હતી, આ દરમિયાન એક યાંત્રિક નાવડી પકડવામા આવી હતી. 7-7-2021ના રોજ પકડાયેલ 2 યાંત્રિક નાવડી તથા તા.2 સપ્ટેમ્બરના રોજ પકડાયેલ 1 યાંત્રિક નાવડી દ્વારા દોઢ મહિનાં સુધી તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન કરી પ્રત્યેક દિવસે 15થી 16 જેટલી ટ્રકો વહન કરતાં કુલ 7520મેટ્રીક ટન સાદી રેતી ગેરકાયદે વહન કરેલ છે.

તે પ્રમાણે એક મેટ્રીક ટનનાં 240 રુ.લેખે 7520 મેટ્રીક ટનનાં 18,04,800રૂપિયા તેમજ ગુજરાત ખાણ ખનીજ વિભાગનાં ઠરાવ કમાંક નં એનજીટી 102017 / 1750/ 6 તા.29-11-2018ના મુજબ પર્યાવરણીય નુકશાન પેટેે ખનીજ કિંમતનાં 41 ટકા પ્રમાણેે પત્યક મે ટનનાં 98.40લેખેે 7,39,968 રૂપિયા મળી કુલ 25,44,768 રૂપાયા તથા તા.31-7-2021ની તપાસમાં નીકળેલ રમણ વસાવાએ 145061 રૂપિયાનું નુકશાન કરેલ હતું. એટલે કુલ 26,89,829 રૂપિયાની ગેરકાયદે સાદી રેતી ખનીજની ચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પઈહોંચાડતા તેમજ સરકારી કામમાં રુકાવટ કરવાની કામરેજ પાેલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
સાજન રાજુભાઇ પટેલ (પટેલ ફળીયું ખોલેશ્વર ગામ) , કાનાભાઇ મારવાડી (રહે. દિગસ ગામ) ,રમણ નાનું નાયક (રહે. ટેકરા ફળીયું ખોલેશ્વર) ,સોમા બુધીયા ગામીત (રહે. માછી ગામ તા.કામરેજ) , નરેશ સોમા વસાવા (રહે. ટેકરાફળીયું ખોલેશ્વર ગામ), ટ્રક નં GJ 19 V9500નો ચાલક જેનાં પુરા નામ સરનામાની ખબર નથી.

અન્ય સમાચારો પણ છે...