તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાલુકાના ખોલવડ ગામની સોસાયટીમાં વાન પાર્કિંગ કરવા મુદ્દે 2 જુથો બાખડી પડતા મામલો ગરમાયો હતો.
તમારા બાપનું પાકીઁગ નથી કહી ઝઘડો કરી નાલાયક ગાળો આપી ઝપાઝપી કરી
કોમરેજ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ ઓપેરા પેલેસ સોસાયટીનાં મકાન નં. 104 માં હરેશભાઇ વાલજીભાઇ વડાલીયા પરિવાર સાથે રહે છે. હાલ બજરંગ દળ તથા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગરીબોને ભોજન કરાવાતું હોય. પોતાની ઇકો ગાડી નં. (GJ -05 JS- 9650)માં કામરેજ વિસ્તારમાં ગરીબોને ભોજન કરાવી તા. 9-5-2020ની રાત્રે 8.15 વાગે ગાડી પાર્કિંગમાં મુકી ઘરે જઇ જમીને નીચે બાકડા પર બેસવા આવ્યા હતાં. આ દરમિયાન હરેશ વડાલિયાની બિલ્ડીંગમાં જ 101-102 માં રહેતા મનસુખ કાનાણીનો દિકરો ગૌતમ કાનાણીએ તેની ટુ વ્હીલર લઇ સવારે ઘી લેવા બહાર જવાનું હોય હરેશ વડાલિયાને તેની ઇકો વાન બહાર કાઢવા જણાવ્યું હતું. હરેશે ઉશકેરાઇ જઇ તમારા બાપનું પાકીઁગ નથી કહી ઝઘડો કરી નાલાયક ગાળો આપી ઝપાઝપી કરી હતી અને મનસુખ કાનાણીનાં છોકરો ભગીરથને જમણા હાથ ઉપર લાકડીનો સપાટો મારી, તમારા ટાંટીયા તોડાવી નાંખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ હસમુખ રાયાણીએ પણ ફોન ઉપર માં બેનમાં ગાળો આપતા મનસુખ લવજી કાનાણીએ હરેશ વડાલિયા તથા હસમુખ રાયાણી વિરૂધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જયારે બીજી તરફ હરેશ વડાલીયાના જણાવ્યા મુજબ તે ઇકોવાન બહાર કાઢી રહ્યો હતો ત્યારે ગૌતમ કાનાણીએ તમારે અહીં વાન મુકવી નહીં. કહીં મનસુખ કાનાણી તથા તેના બે પુત્રો ગૌતમ કાનાણી તથા ભગીરથ કાનાણીએ હરેશ વડાલિયા સાથે ઝઘડો કરી તેના ઘરે જઇ ઢીકકા મુકકીનો માર માર્યો હોવાની ત્રણેય બાપ દિકરા વિરુધ ફરિયાદ નોધાવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.