અકસ્માત:કામરેજમાં હાઇવે ક્રોસ કરતી મહિલાને કારે અડફેટે લેતા મોત

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજનાંં દાદા ભગવાન મંદિર નજીક હીટ એન્ડ રનની ઘટના નવાગામ હાઇ વેે પર પુરપાટ દોડતી અર્ટિકા કારે રોડ ક્રોસ કરતી મહિલાનેે ટકકર મારતા ગંભીર ઇજાથી મોત થયુ હતુ. ઘટના બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો.અકસ્માતની ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કામરેજ તાલુકાના નવાગામ દાદા ભગવાન મંદિર સામેે આવેલા અંબર પેલેસ મકાન નં એ 503માં રહેતા મંજુલતાબહેન (52). 15 મી મેનાં સાંજે 6.00 વાગેે હાઇ વે મુંબઇથી અમદાવાદ જતાં હાઇ વે ક્રોસ કરી રહ્યા હતાં.

ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલ અર્ટીકા કાર નં (GJ 02 DJ 5808)નાંંચાલકે મંજુલતાબેનનેે જોરદાર ટકકર મારતા હવામાં ફંગોળાઇને હાઇ વે પર પટકાતા ડાબા હાથે ખભાનાંં ભાગેે ડાબાં પગનાં ઘુંટણે તથા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેમનેે તાત્કાલિક ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાંં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રાતે 8.30 કલાકે મોત નીપજ્યું હતું. મંજુલતાબહેનનાંં પુત્ર જિતેન્દ્ર અશોકભાઇ ખમેસરાએ અર્ટિકા કારના ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતની ફરિયાદ કામરેજ પોલિસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...