કામરેજ તાલુકાના 26 ગામોના 3671 સભાસદોની સંખ્યા ધરાવતી વાર્ષિક 27 કરોડથી વધુનું ટર્ન ઓવર કરતી કામરેજ વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરતી સહકારી મંડળીના ભાજપ સમર્થિત ઉમેદવારોની તમામ ઝોનની બેઠકો બિનહરીફ થતા ચૂંટણી ટળી હતી. આવનાર આગામી વર્ષ 2023 થી 2028 સુધીના 5 વર્ષના સમય ગાળા દરમિયાન કુલ 9 ઝોન સહિત સ્ત્રી અનામત તેમજ અનુ. જાતિ અથવા અનુ.જન જાતિના ઉમેદવારો સહિત કુલ તમામ 15 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા હતા.
જેમાં ઝોન 1 કામરેજ બેઠક 3 પર અરવિંદકુમાર રમેશભાઈ આહીર, જતીનકુમાર નવીનચંદ્ર પટેલ, નિતીનકુમાર મુકેશકુમાર વજીરની વરણી થઈ છે. ઝોન નંબર-2 કઠોર પર યકિનકુમાર મુકુંદભાઈ પટેલ (કઠોર), ઝોન નંબર-3 આંબોલી ચોર્યાસી બેઠક પર ધીરજલાલ અંબેલાલ પટેલ (ચોર્યાસી)ની વરણી, ઝોન નંબર-4 દેરોદ, ખોલેશ્વર, ભૈરવ પર રાજુભાઈ જગુભાઈ પટેલ (ભૈરવ)ની વરણી, ઝોન નંબર-5 ડુંગરા, જીયોર, ધાતવા, નેત્રંગ, દિગસ પર ડેવીશકુમાર શાંતિલાલ પટેલ (ધાતવા)ની વરણી, ઝોન નંબર-6 ખોલવડ, ભાદા પર પ્રકાશચંદ્ર મનહરભાઈ દલવાડી (ખોલવડ)ની વરણી, ઝોન નંબર-7 નવાગામ બેઠક -2 પર કૌશલકુમાર પરભુભાઈ પટેલ (નવાગામ) અને પ્રણવ અજયભાઈ પટેલ (નવાગામ)ની વરણી, ઝોન નંબર-8 લસ્કાણા, પાસોદરા, કઠોદરા, વાલક, ખડસદ પર દિપકકુમાર કાંતિલાલ પટેલ (પાસોદરા)ની વરણી, ઝોન નંબર-9 નનસાડ, વાવ, કોળી ભરથાણા, આસ્તા, ધારૂઠા, જોખા પર વિકી કુમાર શાંતિલાલ પટેલ (નનસાડ)ની વરણી, ઝોન નંબર 1 થી 9 સ્ત્રી અનામત બેઠક -2 પર જયાબેન જીતેન્દ્રસિંહ પરમાર (કામરેજ) અને જયાબેન મહેશભાઈ પટેલ (નવાગામ)ની વરણી થઈ છે. ઝોન નંબર 1 થી 9 અનુ.જાતિ અથવા અનુ.જનજાતિ પર કિશોરભાઈ રતિલાલ માંહ્યાવંશી (વાવ)ની વરણી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.