કાર્યવાહી:ડુપ્લીકેટ આવક દાખલા પ્રકરણમાં બંને આરોપીને જેલમાં મોકલાયા

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ મામલતદાર કચેરીમાં બોગસ આવકના દાખલા પ્રકરણ બહાર આવતાં કામરેજ ઈનચાર્જ મામલતદાર નૈલેશભાઈ ભાવસારે પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અજરદાર શૈલેષભાઈ જીયાણી, પરેશભાઈ સાવજ, કિરીટભાઈ અલગરિયા પૈસી અરજદાર શૈલેશ જીયાણી સામે કોઈ ઠોસ પુરાવા નહીં મળતાં પોલીસ દ્વારા તેને છોડી મુકવામાં આવ્યા હતાં. જ્યારે પરેશ સાવજ અને કિરીટ અલઝરિયાને કઠોર કોર્ટમાં રજૂ કરતાં સોમવાર સુધીના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતાં. જે રિમાન્ડ આજે સાંજે પુરા થતાં બંને આરોપીઓને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતાં.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ શૈલેશ જીયાણી હીરા ઘસવાનું કામ કરતો હોય તેની પાસે સમયના અભાવ હોય. તેણે રાધે એજન્સીના કિરીટને કામ સોંપ્યું હતું. અને કિરીટ તેમજ વીરાણી એન્ટરપ્રાઈઝના પરેશ સાવજ પાસે કામરેજ મામલતદાર ખચેરીમાં કોમ્પ્યૂર ઓપરેટર તેનો પોતોના જ માણસ હોય, તેમની પાસે મામલતદાર કેચરીના સીલ હોય.

ઓનલાઈન આવકનો દાખલો તૈયાર કરી મામલતદાર કચેરીનો સીલ પરેશ સાવજે મારી કિરીટને આપ્યો હતો. જેના ઉપર મામલતદારની સહી કિરીટે કરી હતી. આવી રીતે બોગસ દાખલા બનાવવા માટે તો નક્કી કરેલ સામાન્ય કરતાં 3થી 4 ઘણ રકમ વસૂલતા હતાં. પોલીસ તપાસમાં બંને આરોપી એઓ એકબીજાની મિલીભગતમાં આવા હજુ કેટલાક બોગસ દાખલા બનાવ્યા છે તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...