તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ખોલવડમાં શાળા અને મંદિર પાસે દારૂ વેચવાની ના પાડતાં બુટલેગરોનો યુવક પર હુમલો

નવાગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કામરેજ તાલુકાના ખોલવડ ગામે શાળા અને મંદિર પાસે દારૂ વેચવાની ના પાડતાં 2 બુટલેગરે યુવક પર હુમલો કરતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી. ઘવાયેલો દિનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખોલવડ આર. કે. કોલોનીમાં રહેતા સુરેશભાઇ ચુનીલાલ વસાવા ખોલવડ સ્મશાનભૂમિની બાજુમાં કેન્ટીન ચલાવી ગુજરાન ચલાવે છે. તા 24-3-2021નાં સાંજે સાડા સાત વાગે સુરેશભાઇ ઘરે હાજર હતા.

ત્યારે આર. કે. કોલોનીમાં જ રહેતો અબુ અમીર શેખ ફળિયામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાં તેમજ મંદિરની બાજુમાં જ દારૂ વેચતો હોવાની જાણ થતા સુરેશ વસાવાએ તે બંને જગ્યા પર દારૂ વેચવાની ના પાડતા અબુ તથા તેનો ભાઇ ઈમરાને જાતિવિષયક ગાળો આપી હતી, જેથી સુરેશ વસાવાએ ગાળો બોલવાની ના પાડતા અબુએ ઉશ્કેરાઇ જઇ લોખંડનાં સળિયાથી માથાનાં પાછળનાં ભાગે સપાટો માર્યો હતો તથા ઇમરાને પાવડાનાં હાથાથી શરીરે સપાટા માર્યા હતા, જેથી ફળિયાનાં લોકો ભેગા થઇ જતાં બંને ભાઇઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.

ઇજા પામેલા સુરેશભાઇને પત્ની તથા પુત્ર અનિરાજ તથા મિત્ર સુખાભાઇ રાઠોડ કામરેજ સરકારી દવાખાને લઇ ગયા હતા. વધુ સારવાર માટે ખોલવડની દિનબંધુ હોસ્પિટલમાં સારવારમાટે દાખલ કરવામાં આવેલ છે. ઘટના અંગે સુરેશ વસાવાએ અબુ અમીર શેખ તથા ઇમરાન અમીર શેખ વિરૂધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો