તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકૃત માનસિકતા:અન્યના નગ્ન ફોટા પર ખોલવડની પરિણીતાનો ચહેરો મુકી બ્લેકમેલિંગ

નવાગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારૂં ઘર તૂટવાનું છે, ઝેર પીવાનો વારો આવશે કહી ત્રાસ આપનારા સામે ફરિયાદ

કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતા 27 વર્ષીય પરિણીતાને અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તારા નગ્ન ફોટા અને વીડિયો મારી પાસે છે. ત્યારબાદ પરિણીતાએ નંબર બ્લોક કરતાં પરિણીતાને વોટ્સએપ પર અન્ય ફોટા પર તેનો ચહેરો લગાવી ફોટા મોકલ્યા હતાં. ત્યારબાદ અજાણી યુવતીનો ફોન આવી તેને ધમકી આપી હતી. જેથી પરિણીતાએ અજાણ્યા સ્ત્રી - પુરુષ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે.

કામરેજનાં ખોલવડ ગામે રત્ન કલાકાર 27 વર્ષીય પત્નિ નીશા (નામ બદલેલ છે)તથા પિતા સાથે રહે છે. તા. 26-6-2021નાં રોજ નીશાના મોબાઇલ પર અજાણ્યા નંબર થી પુરૂષોનો ફોન આવ્યો હતો. અને તમે કોણબોલો છો પૂછતાં નીશાએ સામેે તમે કોણ બોલો છો? પુંછતા મારી પાસેે તારો નંબર સેવ છે. કહી કોલ કાપી નાંખ્યો હતો. બાદમાં ફરીથી ફોન કરી અજાણ્યા શખ્સે ફોન પર ગીત ગાતો હતો જેથી નીશાએ ફોન બ્લોક કરી દીધો હતો. બીજે દિવસેે અજાણ્યા ઈસમે વોટસઅપ વોઇસ કોલ કરી મારો નંબર કેમ બ્લોક કરી દીધો છે તેમ કહેતા નીશાએ અજાણ્યા ઈમસને નામ સરનામું પુંછતા તારું ઘર તુંટવાનું છે. તારે ઝેર પીવાનો વારો આવશે. તેમ કહેતા નીશાએ મે એવુ શું કામ કર્યું છે કે મારે ઝેર પીવાનોવારો આવશે. એવું પુંછતા અજાણ્યા પુરૂષે તારા ફોટા વીડિયો રેકોર્ડિંગ બધું મારી પાસે છે.

જે મને કોઇએ વાયરલ કરવા આપ્યા છે, અને તારા વીડિયો ફોટા સાથે રેકોર્ડિંગ વાયરલ કરવા સામાવાળાને 50,000રૂપિયા આપ્યા છે. એમ જણાવી પરિણીતા પાસે પણ નાણા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બીજે દિવસે ફરીથી નીશાને વોટસઅપ વોઇસ કોલ કરી હું તારા ફોટા વિડિયો રેકોડીંગ વાયરલ નહીં થવાં દઉં તેવી વાત કરતો હતો. તે વખતે નીશાના સસરા આવી જતા નીશાએ ભરત નામનાં વ્યક્તિએ ફોન પર કરેલી વાતો જણાવી હતી. જેથી સસરાએ નીશા પાસેથી નંબર લઇ ભરતનેે વાત કરવાનું કહેતા ભરતે કોલ કરી નીશાને ગાળો આપી હતી.

અકળાયેલા ભરતેે મને જે વ્યક્તિ બધું વાયરલ કરવા માંગે છે તેનેે કહી દઉં છું અનેે હવે તે જાણે અને તું જાણે, તું તારી રીતે લડી લેજે. તેમ કહી ફોન કાપી નાંખ્યા બાદમાં નીશાના વોટસઅપ નંબર પર નીશાના ચહેરાનો ઉપયોગ કરી અન્યના નગ્ન ફોટાં અને વીડિયો મોકલાવ્યા હતા. જે નગ્ન ફોટાં પર નીશાનો નંબર અને અભદ્ર ભાષામાં લખાણ લખેલું હતું અને બીજા ઘણા મેસેજો પણ મોકલ્યા હતા.

ત્યાર બાદ મોબાઈલ નંબરથી અજાણી સ્ત્રીએ નીશાને ફોન કરી તારી જીંદગી બરબાદ કરી નાંખીશ. તારે ઝેરપીવાનો વારો આવશે તેમ કહીં ફોન કાપી નાંખ્યો હતો.બાદમાં નીશાએ પોતાનો અને સસરાનો મોબાઈલ નંબર બંધ કરી દઇ પતિ સાથે વાત કરી કામરેજ પોલીસ મથકે અજાણ્યા પુરૂષ અનેે સ્ત્રી વિરુદ્ધ આઇટી એકટ મુજબ ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...