તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડ ફ્લૂ:નવાપુરના 4 પોલ્ટ્રી ફાર્મનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ, યુદ્ધના ધોરણે મરઘાંનો નાશ શરૂ

નવાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બર્ડ ફ્લૂના પગલે તંત્ર દ્વારા મરધાંનો નાશ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. - Divya Bhaskar
બર્ડ ફ્લૂના પગલે તંત્ર દ્વારા મરધાંનો નાશ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી.
  • નવાપુરના 22 પોલ્ટ્રી ફાર્મના રિપોર્ટ પુણે અને ભોપાલ મોકલવામાં આવ્યા
  • નવાપુર તાલુકાના 28 મરઘાં ફાર્મમાં અંદાજિત 9.50 લાખ જેટલા મરઘાં

ગુજરાતની સીમાએ આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં રવિવારે ચાર ઇન્ફેક્ટેડ પોલ્ટ્રી ફાર્મમાં સૌથી પહેલા ડાયમંડ ફેક્ટરીમાં યુદ્ધના ધોરણે મરઘીઓના નાશ કરવાની કામગીરી ચાલુ કરાઇ હતી. નવાપુરના મરઘાંના 4 પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ અહેવાલોને કારણે 15 વર્ષ બાદ નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂએ ઘુસણખોરી કરી છે.

નવાપુર તાલુકાના 4 પોલ્ટ્રી ફાર્મના મરઘાંના કિંલિગ કરવાની કામગીરી ચાલુ છે. ડાયમંડ પોલ્ટ્રી ફાર્મના 6 શેડ માંથી 2 શેડમા બપોર સુધી 21 હજાર મરઘીઓ નષ્ટ કરવામા આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા કલેકટરે અહીં બર્ડ ફ્લુના ઉપદ્રવના સમાચારની પુષ્ટિ કરી છે. વહીવટીતંત્રે 4 મરઘાંફાર્મમાં લગભગ 4 લાખ મરઘીઓનો નાશ કરીને શરૂઆત કરી છે. ખેતરની આજુબાજુમાં આવેલા અન્ય 12 મરઘાં ફાર્મની આશરે 4 લાખ મરઘીઓને પણ જોખમમાં મૂકાયેલા વિસ્તારમાં સમાવવામાં આવી છે. નવાપુર તાલુકામાં 28 મરઘાંફાર્મમાં 9.50 લાખ જેટલા મરઘા છે.

જોકે, આ નિર્ણયથી મરઘાંના વ્યવસાયને મોટું નુકસાન થવાની સંભાવના છે. તંત્રે નવાપુર તાલુકામાં ઇંડા અને ચિકનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. બે દિવસમાં પશુપાલન વિભાગની 100 જેટલી ટીમો નંદુરબાર આવી પહોંચી છે. નાશિક વિભાગના પશુપાલન કમિશનર સચિન્દ્રસિંહે નવાપુર તાલુકાના ડાયમંડ મરઘાંનું નિરીક્ષણ કર્યું હતું અને બર્ડ ફ્લૂ અંગે મરઘા વેપારીઓ અને અધિકારીઓને બર્ડ ફ્લૂ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. વ્યાપારીઓ મરઘીનો નુકસાન યોગ્ય રીતે કરવાની માંગણી કરી હતી.

દેશી મરઘાં, બતક સરકારી વાહનમાં જમા કરવા આદેશ
દેશી મરઘાં, ચિકન, બતક સહિતના પક્ષીઓની સાથે નવાપુરમાં બર્ડ ફ્લૂના સંક્રમણની સંભાવનાને ધ્યાનમાં રાખીને અને ગ્રામજનો ઘરેલું અને જીવંત મરઘીઓ, કબૂતરો, બતક, અન્ય પક્ષીઓ તરત જ સરકારી વાહનમાં ટ્રેક્ટરમાં જમા કરવાનો તંત્રે સૂચના આપી છે.

પક્ષીઓ એકત્રિત કરતી વખતે ગ્રામજનોએ ખેડૂતોને તેમની સાથે તેમની બેંક પાસબુક, આધારકાર્ડ લાવવા જણાવ્યું છે. વહીવટી તંત્રે બર્ડ ફ્લૂને પગલે નવાપુર શહેરમાં ચિકન- ઇંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા છતા પણ કેટલાક વેપારીઓ દ્વારા ચીકન અને ઇંડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો