આર્થિક તંગી:આપઘાત કરતા પહેલા યુવકે ભાવનગરમાં પિતાને ફોન કરી કહ્યું ‘હું જીવનથી કંટાળી ગયો છુ’

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રત્નકલાકાર આર્થિક તંગીથી કંટાળ્યો હતો

નાના વરાછાની મહાવીર સોસાયટી બ્લોક નં 234માં પત્નિ અસ્મિતા અને 9 વર્ષની પુત્રી વેદિકા સાથે રહેતા હિતેશભાઇ પોપટભાઇ વાઘાણી (46) હિરા ઘસવાનું કામકરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

છેલ્લાં ઘણાં સમયથી આર્થિક સંકળામણ અનુભવતા હોય. પોતાના જીવનનો અંત લાવવાનું નક્કી કરી તા.13-9-2021નાં આખાખોલ ગામની સીમમાંં ટોરંટ કંપની પાછળ આવેલ સરવે નં. 408નાં માલિક ૫મેશભાઇ રમેશભાઇ ગજેરાના રીંગણનાં ખેતરમાં ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું.

હિતેશભાઈએ આત્મહત્યા કરતાં પહેલા વતન ભાવનગર ખાતે રહેતા પોતાના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે હું જીવનથી કંટાળી જઈ દવા પી છું. કહી મોતને વાહલુ કર્યું હતું. હિતેશભાઈના મોત અંગે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી
હિતેશભાઇની લાશ પાસેથી પોલીસને પ્લાસ્ટિકની કોથળીમાં બ્લ્યુ કલરની ડાયરી તથા પાકીટ મળ્યું હતું. જે ડાયરીમાં સ્વ હસ્તાક્ષરમાં સ્યુસાઇડ નોટ લખી હતી. હું મારું જીવન ટુંકાઉ છું, અને હું આથિક તંગીથી થાકી ગયો છું. કોઇને જવાબ આપી શકતો નથી. બાપુજી, ભાઇ ભાભીઓ, વેદિકા અસ્મિતા મનેે માફ કરજો.

અન્ય સમાચારો પણ છે...