કામરેજ તાલુકાનાંં સેગવા ગામની સોનલબેન સોમાભાઇ પટેલનાં લગ્ન તા.13.3.2007નાં રોજ બારડોલી તાલુકાનાં ભુવાસણ ગામનાં વિજય ઠાકોર પટેલ સાથેે થયા હતા. સોનલબેનનાં ચોથા તથા વિજયભાઇનાં ત્રીજા લગ્ન હતા. તેમજ વિજયને અગાઉની પત્નિથી બેે બાળકો પણ હતા. લગ્ન સમયેે સોનલને તેના પિતાએ 35 તોલા સોનું આપ્યું હતું. દોઢ વષઁ બાદ સોનલ પતિ તથા સાસુ સસરા સાથે 28 અભિલાષા સોસાયટી બારડોલી રહેવા આવી ગયા હતા.
લગ્નજીવનનાં 3 વષઁ બધું બરાબર ચાલ્યું હતું. ત્રણ વર્ષબાદ વિજયે અવારનવાર દારૂ પી નાની નાની બાબતોમાં બોલાચાલી કરવાનું શરૂ કયુૅ હતું, તથા સાસુ સસરા મેણા ટોણા મારી ગાળોં આપતા હતા. તેમજ પતિ વિજય નશો કરી શારીરીક સબંધ માટે હેરાન કરતો હતો અનેે માર મારતો હતો. તેથા આ બાબતે સાસુ સસરાને વાત કરતા એ તારો પતિ છે એ જેમ કરાવે તેે બધુ બરાબર જ હોય તેને સાથ સહકાર આપવાનું સાસુ સસરાએ જણાવ્યું હતું.
તેમજ સાસુ સસરાં તું કંઇ લાવી નથી તારા બાને કહેે મિલકત વેચીનેે 50 લાખની માંગણી કરી હતી જેથી સોનલે લગ્ન વખતે 35 તોલા સોનુ લાવી હોવાનું જણાવ્યુ હતુ તેમ છતા રૂપિયાની સતત માંગણી ચાલુ રહેતાં સોનલેે પિતાની મિલકત વેચાવી પતિને રૂપિયાં આપ્યા હતા અને પતિ પાસે તેનુ લખાણ કરાવી પોતાની પાસે રાખ્યું હતું.
લગ્નનાં દસ વષઁ બાદ પતિનેે ફેની નામની મહિલાં સાથે અફેર હોય અને ફોન પર વાતચીત કરતા હોય. તે બાબતેે પુંછતા ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમજ પતિનાં ફોનમાં ફેની સાથેનાં બિભત્સ ફોટા જોવા મળતા. પતિ પાસે ખુલાસો માંગતા વિજયે સોનલનેે માર મારયો હતો. તેમજ બંને હાથનાં કાંડા મચકોડી તોડી નાંખ્યા હતા. તેમજ તારા બાપને ત્યાં ચાલી જા નહીંતર તને મારી નાંખીશ તેથી સોનલને પતિ તથા સાસરિયા તેને મારી નાંખશે અને જાન પર ખતરો હોવાનું જણાતા પિતાને જણાવ્યુ હતું.
તથા સોનલનો દિયર અલ્પેશ પણ આ તો ગાંડી છે, વાંઝણી છે એનેે માર મારીને ઘરમાંથી બહાર કાઢો કહી ત્રાસ આપતો હતો. સોનલનાં પિતા તથા બેન સોનલને સેગવા લઇ આવ્યા હતા. ત્યારબાદ સોનલનાંં પિતાએ સમાધાન માટે પયત્ન કર્યા છતા એક પણ વાર પતિ કે સાસરિયા હાજર રહ્યા ન હતા કે ફોન કર્યો હતો.
દોઢ વષઁથી સોનલ પિતાનેે ઘરેે રહેતી હોય તેમજ સાસરિયાએ સોનલનું 35 તોલા સોનું તથા પાસપોટઁ આધારકાડૅ પડાવી લીધું હોય. કામરેજ મહિલા પોલીસ મથકમાં પતિ વિજય પટેલ, ઠાકોર પટેલ સસરા, નિર્મલા પટેલ સાસુ તથા દિયર અલ્પેશ પટેલ વિરૂધ દહેજ ધારા હેઠળ પોલીસ ફરિાયાદ નોધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.