વિવાદ:ફોનમાં ગરબાનું શુટિંગ ઉતારવા મુદ્દે બબાલ બાદમાં સમાધાન માટેની બેઠકમાં ફરી મારમારી

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામરેજની સ્વસ્તિક સોસાયટીમાં થયેલી માથાકૂટમાં સામસામી ફરિયાદ

કામરેજ તાલુકાના ડુંગરા ધાતવા રોડ પર આવેલ સ્વસ્તિક રેસીડેન્સીમાં ગરબા દરમિયાન મોબાઈલ વીડિયો ઉતારવા બાબતે થયેલ બાબલમાં સમાધાન થયું હતું. જે સમાધાન બાદ યોજાયેલી મિટિંગમાં બે પરિવારો મારામારી થતાં બંને પક્ષે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. ડુંગરા ધાતવા રોડ પર સ્વસ્તિક સોસાયટીમાં મકાન નં 89માં પરિવાર સાથેે રહેતા ભરતગીરી હંસગીરી ગોસ્વામી મંદિરમાંં પુજારીનું કામ કરે છેે. સોસાયટીનાં ચોકમાં નવરાત્રી ગરબાનું આયોજન કરેલ હોય.

ભરતગીરીનાં પુત્ર ઉત્તમગીરીની પુત્રી રુહી તા. 11-10-2021ના સાંજે ગરબામાં હોય. ઉત્તમ નાની બાળકીનો વિડીયો પોતાનાં મોબાઇલ ફોનમાં ઉચારતો હતો, પરંતુ સોસાયટીમાં વિડીયો શુટિંગ કરવાની મનાઇ હોય જેથી તેને ના પાડતા ઉત્તમે શુટિંગ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ આ બાબતેે ચકમક થઈ હતી, અનેે સમજાવટ બાદ સમાધાન થયું હતું. ત્યારબાદ તા.12-10-2021નાં રાત્રે 10.00 વાગેે સોસાયટીનાંં સભ્યોએ મીટીંગ કરી હતી. જેમાં સોસાયટી પ્રમુખ મગનભાઇ, સભ્ય ભરત કીકાણી, કમલેશભાઇ રાખોલિયા તેમજ બીજા સભ્યો આવ્યાં હતા.

ભરત ગોસ્વામી પણ હાજર હતા. વિડીયો ઉતારવામાં થયેલી બબાલમાં માફી માંગવાનું જણાવતા ભરતગીરી અને મમતાબેને કમલેશભાઇ રાખોલિયાનાં પરિવાર વચ્ચે ગાળાગાળી અને મારામારી થઇ હતી. એકબીજાનાં વાળ પકડી નીચેે પાડી દઇ ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો.

જે બાબતેે ઉત્તમ ગોસ્વામીની પત્ની માયાબેન ગૌસ્વામીએ તેની સાસુ સંગીતાબહેન તથા સસરા ભરતગીરી અને બે નણંદો તથા તેને પોતાને કમલેશભાઇ, મમતાબેન, ભરતભાઇ કીકાણીસ, જીગાભાઇ કીકાણીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષેે મમતાબેન રાખોલિયાએ તેના પતિ કમલેશભાઇનેે મારમારવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ ભરતગીરી ગૌસ્વામી, ઉત્તમગીરી ગૌસ્વામી, સંગીતાબેન ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...