તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:માંકણા ગામમાં સોસાયટીનાં મેન્ટેનન્સ તથા પ્રમુખની વરણીનાં વિવાદમાં યુવક પર હુમલો

નવાગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સોસાયટીના પ્રમુખપદની વરણી બાબતે છેલ્લા પાંચેક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે

કામરેજ તાલુકાના માંકણા ગામે શીવ સમરાથલ સોસાયટીમાં ઘર નં 90માં હિંમતભાઇ સિસારા (આહિર) (37) રહે છે. સોસાયટીનાં પાણીનાં બીલ તેમજ પ્રમુખપદની વરણી બાબતે સોસાયટીનાં કેટલાક ઇસમો સાથે પાંચેક વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદમાં થોડા દિવસો અગાઉ ગાળાગાળી અને ઝઘડો થયો હતો. જેે અદાવત રાખી24-3-2021નાં સાંજે આઠેક વાગે હિંમતભાઇ સુરત નોકરી પરથી મોપેડ પર ઘરે આવતા હતા.

ત્યારે માંકણા પાદર પરવડનાં ઝાડ નજીક બાબુભાઇ કાતરિયાએ તેની મો.સા.મોપેડ સાથેે અથડાવી હિંમતભાઇ સાથે ગાળાગાળી કરી સાથે આવેલા દિનેશ કલસરિયા, રાણા કલસરિયા, અશોક કલસરિયા તથા બીજા 8થી 9 ઈસમોભેગા થઇ માર મારવા લાગ્યા હતા. જેથી હિંમતભાઇ મોપેડ ત્યાં જ મૂકી બચવા ભાગ્યા હતા. પરંતુ ટોળકીએ પીછો કરી અર્ચના સ્કુલ નજીક પકડી લઇ નીચે પાડી માર મારવાનુ ચાલું કર્યું હતું. હિંમતભાઇએ બુમાબુમ કરતા સોસાયટીનાં રહીશો અનેે પત્નિ પાંચીબહેન, પિતા રાજાભાઇ, માતા લાભુબેન, પડોશી વલ્લભભાઇ તથા મોટાભાઇ લાખાભાઇ છોડાવવા વચ્ચે પડ્યા હતાં.

તેઓને પણ ઢીક મુક્કીનો માર તથા લોખંડનાં પાઇપ અને લાકડીનાં સપાટાથી માર્યા હતા, અને ધમકી આપી ભાગી ગયા હતા.હિમતભાઇને કામરેજ સરકારી દવાખાનેે પ્રાથમિક સારવાર બાદ કામરેજ રોડ પરની સિટી લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં બાબુભાઇ કાતરિયા, દિનેશભાઇ કલસરિયા (બંને રહે.શિવસમરાથલ સોસાયટી માંકણા), રાણાભાઇ કાતરિયા (વરાછા સુરત), અશોકભાઇ કલસરિયા (રહે. હરિધામ રાધિકા પુણાગામ સુરત) તથા બીજા અજાણ્યા 8થી 9 વિરુદ્ધ કામરેજ પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો