તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એટ્રોસિટીની ફરિયાદ:કઠોરમાં આડા સંબંધના વહેમમાં યુવક પર હુમલો

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનારા ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ

કામરેજ તાલુકાના કઠોર ગામે તાઇવાડમાં રહેતો ભાર્ગવ ચીમનભાઇ સોલંકી મોબાઇલ અને લેપટોપ રીપેરીંગની દુકાન ચલાવે છે. ચાર પાંચ મહિનાથી તાઇવાડમાં રહેતી રઝીયા રઇઝ નામની મહિલા દુકાને આવતી હતી. જે ભાર્ગવનેે મળવા માટે ઘરે બોલાવતી હતી, પરંતુ ભાર્ગવ રઝિયાને મળવા માંગતો ન હતો. છતાં રઝીયા ભાર્ગવ તું મનેે મળવા નહીં આવીશ તો હું કોઇપણ પગલું ભરીને મરી જઇશ એમ જણાવ્યું હતું.

જેથી તેનેે સમજાવવા 12 જૂને રાત્રે 10.30 વાગે તાઇવાડ જતો હતો તે વખતે કઠોર ગામનો નાજો તથા હમીદ પ્લમ્બર,અનિષ મનસુરી તથા સફવાન સહિત બીજા દસેક માણસોએ જાહેરમાં જાતિ વિષયક ગાળો બોલી સળીયા તથા લોખંડનાંં પાઇપથી માર માર્યો હતો. તેમજ ભાર્ગવનો મોબાઇલ તોડી નાંખી નુકશાન પહોંચાડ્યું હતું, તેમજ જમણાં હાથે ફ્રેક્ચર થયું હતું. તથા મોટાભાઇને પણ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઘવાયેલા ભાર્ગવને ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં હોસ્પિટલનાં બિછાનેથી આરોપી નાજો તથા હમીદ પ્લમ્બર તથા અનિષ મન્સુરી તથાં સફવાન જેઓનાં પુરા નામ ઠામની ખબર નથી. તથા બીજા દસ માણસો જેમનેે દીઠે ઓળખે છે પુરા નામ ઠામની ખબર નથી. કામરેજ પોલીસ મથકે એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...