કામરેજ તાલુકાનાં માંકણા ગામની શિવધારા સોસાયટીનાં મકાન નં 214માં રહેતા રમેશભાઇ ઘુઘાભાઇ નકુમ હીરાઘસવાનું કામ કરી પત્નિ વીજુબેન પુત્રી કોમલ (21) પુત્રી જલ્પાંઉ (18) પુત્ર જેનીશ (16) નું ગુજરાન ચલાવે છે.
7-12-2022નાં સાંજેે વીજુબહેન પુત્રી જલ્પા સાથે ટીવીએસ મોપેડ નં (GJ -05 SB-9747) બાજુની સોસાયટીમાંં દળણું દરાવવાં જતા હતા, અને સોસાયટીનાંં મેઇન બજારનાં વળાંકમાંથી પસાર થતા હતા. ત્યારેે તેમની સોસાયટીમાં જ રહેતા ભીખુભાઇ મથુરભાઇ જીંજાળા મોટરસાઈકલ પર આવતા હોય મોટરસાઈકલને સામાન્ય ટક્કર લાગી જતા ભીખુભાઇ એ વીજુબહેન અન જલ્પાં સાથે ઝઘડો કર્યો હતો.
બોલાચાલી થતાં ભીખુભાઇની પત્નિએ વીજુબહેનની સાડી ખેંચી નાખી પેટનાં ભાગે માર માયો હતો. જેની જાણ જેનીશે પિતા રમેશભાઇને કરતા રમેશભાઇ સાંજેે કામ પરથી આવી પોતાનાંં નાનાભાઇ કનુ સબંધીઓ જબરભાઇ ગોપાલભાઇ સીસારા અને બાબુભાઇ સીસારા સાથે ભીખુભાઇનાં ઘરે સમજાવવા અને સમાધાન કરવા ગયા હતા અને ઘરે પરત આવી ગયા હતા. ત્યારબાદ ભીખુભાઇ તેમની સાથે બીજા ચાર-પાંચ માણસો સાથે લાકડાનાં સપાટાં તલવાર ચપ્પૂ લોખંડનો પાઇપ જેવા હથિયાર લઇ આવી અચાનક હુમલો કરી દીધો હતો.
ભીખુભાઇએ રમેશભાઇ પર ડાબા હાથનાં પંજાનાં ભાગે લાકડાનો સપાટો મારી દેતાં તેને છોડાવવા સાથેના જબરભાઇ વચ્ચે પડતા રમેશભાઇ સીસારાએ જબરભાઇને માથામાં તલવાર મારી હતી. તેમજ ભીખુ જીજાળા સાથે આવેલ અજાણ્યાંએ રમેશ નકુમના કાકાનાં દિકરા દિલીપભાઇને જમણા હાથની આંગળી પર ચપ્પૂનો ઘા મારી દીધો હતો. નાનાભાઇ કનુભાઇની પત્નિ શારદાબહેનને જમણા હાથે તથા પગનાં નળાનાં ભાગે પથ્થરો મારી ઇજા પહોંચાડી હતી. દરમિયાન લોકટોળુ ભેગુ થઇ જતા ભીખુભાઇ જીજાળા માણસો સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો. 108ને બોલાવી ત્રણેય ઇજાગ્રસ્તોને ખોલવડ દિનબંધુ હોસ્પિલમાં લઇ જવામાં આવ્યા હતા.રમેશ ઘુઘાભાઇ નકુમે ભીખુ મથુરભાઇ જીંજાળા તથા બીજા બે અજાણ્યા વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.