તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:નવસારી પાસેના ટોલનાકા પર બબાલ બાદ કામરેજ ટોલનાકે પહોંચેલી કાર પર હુમલો

નવાગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 25 લોકોના ટોળાએ કારમાં સવાર મુસાફરોને માર મારી તોડફોડ કરી

કામરેજ ટોલનાકા પર રાજસ્થાનની ગાડી પર 20થી25 અજાણ્યા ઈસમોએ હુમલો કરી ગાડીને નુકશાન પહોંચાડયું હતું. લાકડી, લોખંડનાં સળીયા પથ્થરોથી ગાડીનાં આગળ પાછળનાં કાચ તોડી નાંખી ઢીકકા મુકકીનો માર મારતા અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. રાજસ્થાનનાં પાલી જીલ્લાનાં રામસિયા ગામનાં નરપતસિંહ મોહનસીંહ રાજપુત તેમનાં કાકા જબરસિંગની ક્રેટા ગાડીનં RJ22CB5042 લઇને જબરસિંહ ગિરધારીસિંહ રાજપુત, ગોપાલરામ ચીમનારામ પ્રજાપતિ, દુગાઁરામ ગણપતરામ સરગરા સાથે તા. ૨૫મી ડીસેમ્બરનાં વેપારનાં કામ અથેૅ મુંબઇ ગયા હતા.

અને તા. 26મી ડીસેમ્બરનાં સાંજે 4 વાગે મુંબઇથી પરત ફરતી વખતેે વલસાડથી નવસારી વચ્ચેનાં ટોલનાકા પરથી પસાર થતી વખતે એક ફોરવ્હીલવાળા સાથે બોલાચાલી થયેલી, ત્યારબાદ ત્યાથી નીકળી કામરેજ ટોલનાકા ઉપર રાત્રીનાં 10.20વાગે આવતાં અજાણ્યા 20 થી 25 માણસોનાં ટોળાએ મારવાનાં ઇરાદે ગાડી પર હુમલો કરી, લાકડી લોખંડનાં સળીયા પથ્થરથી હુમલો કરી ક્રેટા ગાડીનાં આગળ પાછળનાં તથા જમણી સાઇડનાં પાછળનાં દરવાજાનાં કાચ તોડી નાંખ્યા હતા,

તથા ઢીક મુકકીનો માર માયોઁ હતો તથા બીજા સાથેનાં માણસો સાથે ઝપાઝપી કરી ગાડીને મોટુ નુકશાન પહોંચાડયું હતું. વલસાડ નવસારી ટોલનાકા પર ગાડી પસાર કરતી વખતે થયેલી બોલાચાલીની અદાવત રાખી 20થી 25 અજાણ્યાં હુમલાખોરોએ ગાડીનાંકાચ તોડી તથા માર મારતા નરપતસિંહ રાજપુતે કામરેજ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો