રોષ:કામરેજમાં કોંગ્રેસની પદયાત્રાને પોલીસની મંજુરી ન મળતાં રોષ

નવાગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદયાત્રાને નડ્યું કાયદો વ્યવસ્થા જોખમાવાનું ગ્રહણ

કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા જીવન જ રૂરિયાતની ચીજોના વધતાં ભાવ ખેત પેદાશોને લગતી મોંઘવારી તેમજ બેરોજગારી તથા અનુસુચિત જન જાતીના લોકોને જાતીના દાખલાં કઢાવવા માટેને પડતી મુશકેલીઓ બાબતે જનજાગરણ અભિયાન અંતર્ગત સુત્રોચ્ચાર સાથેે કામરેજ ગામ બાપા સિતારામ ચોકથી કેનાલ રોડથી કામરેજ ચારરસ્તાથી કામરેજ મામલતદાર કચેરી સુધીનાં રૂટ પર તા 22.11.21નાં સવારે 9.30 કલાકથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે માટે કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કીશનભાઇ પટેલે કામરેજ મામલતદાર અનેે એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટને તા. 20.11.21નાં લેખિત અરજી કરી હતી .જેેના અનુસંધાનમાં કામરેજ મામલતદારે કામરેજ પોલીસ ઇન્સપેક્ટર ને તપાસ કરી અભિપ્રાય આપવા જણાવતા કામરેજ પો.ઇન્શપેકટરેે કાર્યક્રમનાં આયોજનમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઇ તેમ હોય. નકારાત્મક અભિપ્રાય આપયો હતો.

જે અભિપ્રાયને ધ્યાનમાં લઇ કામરેજ મામલતદારે કોંગ્રેસની જનજાગરણ પદયાત્રાનેે મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.આ અંગે કોંગી આગેવાન કિશન પટેલે જણાવ્યું હતું કે, તંત્ર કાયદો વ્યસ્થાને હાનિ થવાનું કહી મંજૂરી ન આપે એગંભીર બાબત છે. કામરેજ તાલુકા પોલીસે આવા કાર્યક્રમો ને સલામતરીતે પાર પાડી કાયદો અને વ્યવસ્થા ઉત્તમ હોવાનો દાખલો પુરો પાડવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...